
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશની સર્વોચ્ચ અદાલત એવી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર ને પૂછ્યું છે કે શું સેનામાં પસંદગી પામ્યા બાદ તાલીમ દરમ્યાન ઘાયલ અથવા દિવ્યાંગ બનેલા લશ્કરી કેડેટસને ભૂતપૂર્વ સૈનિકનો દરજ્જો આપી શકાય અને સરકારી નોકરીઓમાં તેને અનામતનો લાભ આપી શકાય? સુપ્રીમ કોર્ટે આ યુવા કેડેટસ સામે ઊભી થતી રોજગારીની જરૂરિયાતો અને પડકારો પર ચિંતા વ્યકત કરી છે.
સુપ્રીમ કોર્ટે સરકારને આ મુદ્દાઓ પર વિગતવાર જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તાલીમ દરમ્યાન ઇજાઓ અથવા દિવ્યાંગતાને કારણે કેડેટસને આવતી મુશ્કેલીઓ સાથે સંબંધિત આ મામલાની સુઓ મોટો સુનાવણી કરી રહી છે.
સુનાવણી દરમ્યાન જસ્ટિસ બી.વી.નાગરત્ના અને ઉજ્જલ ભૂયાનની બેન્ચે નોંધ્યું હતું કે મોટા ભાગના લશ્કરી કેડેટસ ૩૦ વર્ષથી ઓછી ઉંમરના છે અને તેમને રોજગારની સખત જરૂર છે. શું તબીબી કારણસર બાકાત રાખવામા આવેલા કેડેટસ સરકારી અને અર્ધપ્રતિષ્ઠિત હોદ્દાઓમાં અનામતનો લાભ મેળવી શકે? આ મુદ્દે કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતાં એડિશનલ સોલિસિટર જનરલ એન. વેન્કટરામને ખાતરી આપી હતી કે આ બાબતે વ્યાપક ઉત્તર આપવામાં આવશે.
૫૦૦ કેડેટસ ની સમસ્યા સને ૧૯૮૫ થી લગભગ ૫૦૦ કેડેટસને વિવિધ ડિગ્રીની વિક્લાંગતાને કારણે તાલીમ માંથી છૂટા કરવામાં આવ્યા છે. આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટની સક્રિયતા આ કેડેટસની સમસ્યાઓને એક નવા સ્તરે લઈ ગઈ છે. જેનાથી તેમના અધિકારો
અને તકોનું રક્ષણ થયું છે.




