
દક્ષિણ ભારતમાં ભાજપને મોટો ઝટકો? નારાજ યુવા નેતા નવો પક્ષ બનાવે તેવી અટકળો તેજ હવે સોશિયલ મીડિયા પર અન્નામલાઈના સમર્થકો પાર્ટીના નવા નામ અને ઝંડા માટે ડિઝાઈનના સૂચનો માંગી રહ્યા છે તમિલનાડુમાં ભાજપના પૂર્વ અધ્યક્ષ કે.અન્નામલાઈ નવી પાર્ટી બનાવાવની તૈયારીઓ કરી રહ્યાની અટકળો શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેમના સમર્થકો દાવો છે કે, તેઓ નવી પાર્ટી બનાવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા પણ આવી અફવા ઉડી હતી. હવે સોશિયલ મીડિયા પર અન્નામલાઈના સમર્થકો પાર્ટીના નવા નામ અને ઝંડા માટે ડિઝાઈનના સૂચનો માંગી રહ્યા છે. એવું મનાઈ રહ્યું છે કે, જે રીતે થલાપતિ વિજયે રાજકારણમાં એન્ટ્રી કરતાની સાથે જ સત્તા મેળવી લીધી, તેવું અન્નામલાઈ પણ વિચારી રહ્યા છે. વાસ્તવમાં તમિલનાડુમાં વિજયની પાર્ટી TVK નો વિજય થયા બાદ તેમના સત્તા પણ હાંસલ કરી લીધી છે. આ ચૂંટણીમાં ભાજપને માત્ર એક જ બેઠક મળી હતી, જેના કારણે પાર્ટીએ અન્નાઈલાઈને અધ્યક્ષ પદેથી હાંકી કાઢતા તેઓ નારાજ થયા હોવાની વિગતો સામે આવી છે, ત્યારે હવે અન્નામલાઈ નવી પાર્ટી બનાવવાની ફિરાકમાં હોવાની અટકળો શરૂ થઈ છે. કેટલાક લોકોના દાવો છે કે, અન્નામલાઈ જૂન મહિનામાં નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે.
વિધાનસભા ચૂંટણી બાદ કે.અન્નામલાઈનું પાર્ટી પ્રત્યેનું વલણ પણ બદલાઈ ગયાની અટકળો વહેતી થઈ છે. તેમણે ધોરણ-૯માં ત્રણ ભાષા ફરજીયાત બનાવવાના CBSE ના ર્નિણયની તાજેતરમાં જ જાહેરમાં ટીકા કરી હતી. કેટલાક લોકોએ એ બાબત પણ નોંધી છે કે, અન્નામલાઈએ રવિવારે યોજાયેલા PM મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ અંગે કોઈ પોસ્ટ પણ કરી નથી. જાેકે તેમણે આ કાર્યક્રમ અંગે વડાપ્રધાનની પોસ્ટને રીશેર જરૂર કરી હતી. આ તમામ બાબતો જાેતા અન્નામલાઈનું વલણ બદલાઈ ગયું હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
એવી પણ ચર્ચાઓ છે કે, અન્નામલાઈ વિધાનસભા ચૂંટણી-૨૦૨૬માં ભાજપ-AIADMK ના ગઠબંધનથી નાખુશ હતા. પરંતુ આ હાઈકમાન્ડનો ર્નિણય હોવાથી તેમણે રાજી થઈને દ્ગડ્ઢછ માટે પ્રચાર પણ કર્યો હતો. પૂર્વ IPS અધિકારી અન્નામલાઈ તમિલનાડુ ભાજપનું નેતૃત્વ કરનારા ઓછી ઉંમરના નેતાઓમાંથી એક છે. તેમને જુલાઈ-૨૦૨૧માં ૩૭ વર્ષની ઉંમરે પ્રદેશ અધ્યક્ષ બનાવાયા હતા. તેઓ ૨૦૨૫ સુધી આ પદ પર રહ્યા હતા.



