
“કડીમાં હું છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉંહું ખાતો નથી અને ખાવા દેતો નથી, નીતિન પટેલના આકરા પ્રહારકડીના ભાવપુરા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતોગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીમાં ભારતીય જનતા પાર્ટીના એક સ્નેહમિલન કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રને દોહરાવીને સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેઓ કડીમાં કોઈ પણ પ્રકારનું ખોટું કામ થવા દેશે નહીં.
મંગળવારે રાત્રિ દરમિયાન કડીના ભાવપુરા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કડી નગરપાલિકાના વોર્ડ નંબર ૬ અને ૯ના કાર્યકર્તાઓ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરપાલિકાના હોદ્દેદારોએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી.
પોતાના સંબોધનમાં નીતિન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાણીતા વિજય ઉચ્ચાર ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી‘ ને ટાંક્યો હતો. તેમણે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, “કડીમાં હું છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં.” આ કથન દ્વારા તેમણે ભ્રષ્ટાચાર પ્રત્યેની તેમની ઝીરો-ટોલરન્સ નીતિ સ્પષ્ટ કરી હતી.
નીતિન પટેલે આ દરમિયાન પોતાના ધારાસભ્યકાળમાં કડીમાં થયેલા વિવિધ વિકાસકામોની વિગતો પણ રજૂ કરી હતી અને કડીના વિકાસ માટેના તેમના યોગદાનને યાદ કરાવ્યું હતું.
સૌથી મહત્ત્વની વાત એ હતી કે, તેમણે પૂર્વ મંત્રી બચુ ખાબડનું નામ લીધા વગર આડકતરી રીતે તેમના પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “મંત્રીની આજુબાજુ રહેનારા અને ઘરના સભ્યો ખોટું કરે તો પણ મંત્રીપદ જાય, આ નિવેદન દ્વારા તેમણે સત્તામાં રહેલા વ્યક્તિની આસપાસના લોકોના ખોટા કામોની ગંભીરતા તરફ ધ્યાન દોર્યું હતું, અને જણાવ્યું હતું કે આવા કૃત્યો આખરે મંત્રીના પદને પણ જાેખમમાં મૂકી શકે છે.




