સોનેરી સરંજામ સાથે હોટેલ
Gold-plated hotel : તમે આવી ઘણી હોટલો તેમની વિચિત્રતાને કારણે ફેમસ થતી જોઈ હશે. પરંતુ આવી જ એક હોટેલ વિયેતનામની રાજધાની હનોઈમાં ખુલી છે, જ્યાં દરેક વસ્તુ સોનાની બનેલી છે. આ હોટેલનું નામ ડોલ્સે હનોઈ ગોલ્ડન લેક છે. ડોલ્સે હનોઈ ગોલ્ડન લેક હોટેલમાં દરવાજા, બારીઓ, ફર્નિચર, નળ અને શૌચાલય સહિતની દરેક વસ્તુ સોનાની બનેલી છે. તમે જ્યારે પણ આ હોટેલમાં આવો છો ત્યારે તમને રાજા જેવો અનુભવ થશે કારણ કે આ હોટલમાં ખાવાના વાસણો પણ સોનાના બનેલા છે.
મળતી માહિતી મુજબ, આ હોટલમાં રેસ્ટોરન્ટ, ફિટનેસ સેન્ટર, બાર, લાઉન્જ અને બિઝનેસ સેન્ટર જેવી આધુનિક સુવિધાઓ છે. આ ઉપરાંત અહીં 24 કલાક ચલણ બદલવાની સુવિધા અને રૂમ સર્વિસની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ 25 માળની ફાઇવ સ્ટાર હોટલમાં કુલ 400 રૂમ છે. ડોલ્સે હનોઈ ગોલ્ડન લેક હોટેલમાં રૂમ બુકિંગ 2000 રૂપિયાથી શરૂ થાય છે. અને ડબલ બેડ માટે એક રાત્રિ રોકાણનું ભાડું 75,000 રૂપિયા સુધી છે.
આ હોટેલમાં કુલ 6 પ્રકારના રૂમ અને સ્યુટ છે. જ્યારે પ્રેસિડેન્શિયલ સ્યુટમાં એક રાત્રિ રોકાણનું ભાડું 4.85 લાખ રૂપિયા હશે. માત્ર ડોલ્સે હનોઈ ગોલ્ડન લેક હોટેલની અંદર જ નહીં પરંતુ બહારની દિવાલો પર પણ 54,000 ચોરસ ફૂટમાં ગોલ્ડ પ્લેટેડ ટાઇલ્સ લગાવવામાં આવી છે. અને અહીંના કર્મચારીઓનો ડ્રેસ કોડ પણ લાલ અને ગોલ્ડન રાખવામાં આવ્યો છે.
વિયેતનામનું હનોઈ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં સૌથી મોટું શહેર છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ અદભૂત છે. આ શહેરમાં ઘણા મંદિરો છે, જ્યારે ઘણા લોકો અહીં હોન કીમ લેક મંદિર જોવા આવે છે. પ્રવાસીઓને આ શહેર ખૂબ ગમે છે.