
મંજૂરીને નવ મહિના છતાં કોઇ હાઇકોર્ટે એડ-હોક જજાે માટે નામ નથી મોકલ્યા.પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ માટે હાઇકોર્ટોમાં બેથી પાંચ એડ-હોક જજાેની નિમણુંક કરવા સુપ્રીમે કહ્યું હતું.સુપ્રીમ કોર્ટે પડતર કેસોના ઝડપી નિકાલ માટે હાઇકોર્ટાેમાં એડ-હોક જજાેની ભરતીને છૂટ આપી દીધી હતી. જાેકે સુપ્રીમે મંજૂરી આપી તેને નવ મહિના પસાર થઇ ગયા હોવા છતા હજુસુધી કોઇ પણ હાઇકોર્ટ દ્વારા એડ-હોક જજાેની ભરતી માટે નામોની ભવામણ મોકલવામાં ન આવી હોવાના અહેવાલો છે. ૧૧ ઓક્ટોબર સુધીની માહિતી મૂજબ હજુ કોઇ પ્રસ્તાવ મોકલવામાં નથી આવ્યો. પીટીઆઇની રિપોર્ટ મુજબ કેન્દ્રીય કાયદા મંત્રાલયને કોઇ પણ હાઇકોર્ટ પાસેથી એડ-હોક જજાેની ભરતી માટે નામોની ભલામણ નથી મળી. સુપ્રીમ કોર્ટે ૧૮ લાખ ક્રિમિનલ કેસો પેન્ડિંગ હોવાથી ચિંતા વ્યક્ત કરી હતી અને આ વર્ષે જ જાન્યુઆરી મહિનામાં હાઇકોર્ટાેને એડ-હોક જજાેની નિમણુંક કરવાની છૂટ આપી હતી. બંધારણના આર્ટિકલ ૨૨૪એ મુજબ હાઇકોર્ટાેને પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ માટે એડ-હોક જજાેની નિમણુંકની છૂટ મળેલી છે. સમગ્ર પ્રક્રિયા મુજબ હાઇકોર્ટની કોલેજિયમ કેન્દ્રીય કાયદા મંત્રાલયના ન્યાય વિભાગને આ નામોની ભલામણો મોકલતી હોય છે. બાદમાં ન્યાય વિભાગ તેમાં વધુ વિગતો ઉમેરીને સુપ્રીમ કોર્ટની કોલેજિયમને સોંપે છે. બાદમાં ત્યાંથી યાદી સરકાર પાસે પાછી જાય છે. જાેકે એડ-હોક જજાેની નિમણુંક અંગે હજુસુધી કોઇ જ નામોની ભલામણ આ ન્યાય વિભાગને ના મળી હોવાના અહેવાલો છે. સુપ્રીમની બેંચે કહ્યું હતું કે તમામ હાઇકોર્ટાેએ બેથી પાંચ એડ-હોક જજાેની નિમણુંક કરવી જાેઇએ. જાેકે સુપ્રીમે મંજૂરી આપી હોવા છતા હજુસુધી કોઇ પણ હાઇકોર્ટ દ્વારા નામોની ભલામણ નથી મોકલાઇ.
