જસપ્રીત બુમરાહે રવિવારે મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા સામે તેની 200મી ટેસ્ટ વિકેટ લીધી હતી.
પ્રથમ દાવમાં ચાર વિકેટ લીધા બાદ બુમરાહે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં બીજી વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી હતી. બુમરાહે બર્થડે બોય ટ્રેવિસ હેડને 1 રને આઉટ કરીને તેની 200મી વિકેટની ઉજવણી કરી. તેણે પોતાની 44મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે બુમરાહે પેટ કમિન્સ અને કાગિસો રબાડાની વિશિષ્ટ ક્લબમાં પ્રવેશ કર્યો. એટલું જ નહીં, બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં કંઈક એવું કર્યું જે આજ સુધી કોઈ અન્ય બોલર કરી શક્યું નથી.
ટ્રેવિસ હેડ જસપ્રીત બુમરાહની 200મી વિકેટનો શિકાર બન્યો હતો.
વાસ્તવમાં, જસપ્રીત બુમરાહે તેની 200મી ટેસ્ટ વિકેટ કુલ 8484 બોલમાં લીધી હતી. આ રીતે તે સૌથી ઝડપી 200 ટેસ્ટ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. તેણે મોહમ્મદ શમીને પાછળ છોડી દીધો, જેણે ટેસ્ટમાં તેની 200મી વિકેટ લેવા માટે 9896 બોલ ફેંક્યા હતા. એકંદરે, બુમરાહ 200 વિકેટ ઝડપનાર ચોથો સૌથી ઝડપી બોલર બન્યો અને તેની આગળ વકાર યુનિસ, ડેલ સ્ટેન અને કાગિસો રબાડા છે.
સૌથી ઓછા બોલમાં 200 ટેસ્ટ વિકેટો:
- વકાર યુનિસ – 7725
- ડેલ સ્ટેઈન – 7848
- કાગીસો રબાડા – 8154
- જસપ્રીત બુમરાહ – 8484*
- માલ્કમ માર્શલ – 9234