
તરફડીયા મારતા ૪૦૦ લોકોના મોત ઈઝરાયેલે લેબનાન પર તમામ હદ પાર કરી! સફેદ ફોસ્ફરસથી હુમલો કર્યો ઈઝરાયેલ પર આરોપ છે કે તેણે આંતરરાષ્ટ્રીય કાયદાને કોરાણે રાખી વ્હાઈટ ફોસ્ફરસનો ઉપયોગ કર્યો છે દક્ષિણી લેબનાનના યોહમોર ગામની શાંત હવામાં જ્યારે આકાશમાંથી આગના ગોળા વરસ્યા તો ન ખાલી બોમ્બ હતા, પણ તે સફેદ મોતનું તાંડવ હતું. ઈઝરાયેલ પર આરોપ છે કે તેણે હિઝબુલ્લાહના ઠેકાણાને ટાર્ગેટ બનાવવાના બહાને આંતરરાષ્ટ્રીય કાયદાને કોરાણે રાખી વ્હાઈટ ફોસ્ફરસનો ઉપયોગ કર્યો છે. માનવાધિકાર સંગઠન હ્યુમન રાઇટ્સ વોચના હાલના રિપોર્ટ અને જિયોલોકેટેડ તસવીરોએ આ વિવાદિત હથિયારના ઉપયોગની પુષ્ટિ કરી દુનિયાને હચમચાવી નાખી છે.
શું છે આ સફેદ મોત? સફેદ ફોસ્ફોરસ કોઈ સાધારણ વિસ્ફોટક નથી, પણ એક ખૂબ જ ઘાતક રાસાયણિક પદાર્થ છે. મોમ જેવા દેખાતા આ રસાયણ જેવું હવાના સંપર્કમાં આવે છે કે ઓક્સિજન સાથે આપોઆપ સળગવા લાગે છે. તેની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તે ૮૧૫ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ઊભું કરી શકે છે.
માણસનું શરીર ૫૦-૬૦ ડિગ્રીની ગરમી વેઠી શકે છે. તેના માટે ૮૧૫ ડિગ્રીનું તાપમાન સાક્ષાત યમરાજ સમાન છે. જ્યારે આ રસાયણ ત્વચા પર પડે છે તો માંસને ઓગાળી સીધા હાડકાં સુધી પહોંચી જાય છે. તેના ઘા ક્યારેય ઠીક નથી થતાં અને તેમાંથી નીકળતો ધુમાડો ફેફસાંને એ રીતે ખતમ કરી નાખે છે, માણસ તડફડિયા મારીને મરે છે.
HRW ના રિસર્ચર રામજી કેસના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલી સેનાએ દક્ષિણી લેબનાનના યોહમોર જેવા રહેણાંક વિસ્તારમાં આર્ટિલરી દ્વારા ફોસ્ફોરસ છોડ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આ હુમલો ત્યારે થયો, જ્યારે ઈઝરાયેલે પહેલા જ લોકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી હતી. જાે કે જમીની હકીકત એ છે કે આ હુમલાના સમયે ત્યાં કેટલા નાગરિકો હતા, તેને લઈને કોઈ ચોક્કસ આંકડો સ્પષ્ટ થયો નથી.
ઈઝરાયેલી સેના હંમેશા એ તર્ક આપે છે કે આ સફેદ ફોસ્ફોરસનો ઉપયોગ ખાલી સ્મોક સ્ક્રીન માટે રહે છે, જેથી દુશ્મનની નજરથી બચી શકાય. પણ આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત નાગરિક વસ્તીની વચ્ચે તેનો ઉપયોગ અંધાધૂંધ નુકસાનની કેટેગરીમાં આવે છે, જે એક યુદ્ધ અપરાધ સમાન છે.
માનવીય સંકટ: લેબનાનના સ્વાસ્થ્ય મંત્રાલયનો રિપોર્ટ હચમચાવી નાખતો છે. ૨ માર્ચ ૨૦૨૬થી ૮ માર્ચ ૨૦૨૬ની વચ્ચે થયેલા હુમલામાં કુલ ૪૦૦ લોકોના મોત થયા છે. (જેમાં ૮૩ બાળકો અને ૪૨ મહિલાઓ પણ સામેલ છે.) આ હુમલામાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૧૧૩૦થી વધુ છે. આ હુમલામાં દક્ષિણી લેબનાન, બેકા ઘાટી અને બેરુતના રહેણાંક વિસ્તારને ટાર્ગેટ કર્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રી રાકાન નાસરેદ્દીને આ એક ગંભીર માનવીય સંકટ ગણાવ્યું છે. રહેણાંક વિસ્તારમાં આ કેમિકલનું પડવું તાત્કાલિક મોતનું કારણ તો બને જ છે, પણ જીવિત બચેલા લોકો માટે ઓર્ગન ફેલિયર અને ગાઢ ઈન્ફેક્શન જેવી બીમારીઓ છોડી રહ્યું છે.




