
યુદ્ધના માહોલ વચ્ચે ઈરાનને મળ્યા નવા નેતા અયાતુલ્લા અલીરેઝા અરાફી સંભાળશે સુપ્રીમ લીડરની કમાન ઈરાનના બંધારણ મુજબ નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી આ પરિષદ સુપ્રીમ લીડરના તમામ કાર્યો સંભાળશે
અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં અલી ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાની ધર્મગુરુ અયાતુલ્લા અલીરેઝા અરાફીને ઈરાનના વચગાળાના સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા છે. ISNAના જણાવ્યા અનુસાર, તેઓ વચગાળાની નેતૃત્વ પરિષદમાં કાયદા નિષ્ણાત સભ્ય તરીકે કામ કરશે. બંધારણ હેઠળ નવા સુપ્રીમ લીડરની પસંદગી ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયન, મુખ્ય ન્યાયાધીશ ઘોલામ-હોસૈન મોહસિની-એજેઈ અને ગાર્ડિયન કાઉન્સિલના એક ધર્મગુરુ સાથે મળીને આ પરિષદ દેશની કમાન સંભાળશે.
અયાતુલ્લા અલીરેઝા અરાફીની વચગાળાની નેતૃત્વ પરિષદમાં કાયદા નિષ્ણાત સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઈરાનના બંધારણ મુજબ નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી આ પરિષદ સંક્રમણ કાળ દરમિયાન સુપ્રીમ લીડરના તમામ કાર્યો સંભાળશે.
ઈરાનના બંધારણ અનુસાર, વચગાળાની પરિષદમાં રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયન, મુખ્ય ન્યાયાધીશ ઘોલામ-હોસૈન મોહસેની-એજેઈ અને ગાર્ડિયન કાઉન્સિલના એક ધર્મગુરુનો સમાવેશ થાય છે. ખામેનેઈના મોત બાદ આ પરિષદ સાથે મળીને દેશનું નેતૃત્વ કરશે, કારણ કે ઈરાન હવે પરિવર્તનના તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે.
ઈરાનના નવા વચગાળાના સુપ્રીમ લીડર અલીરેઝા અરાફી કોણ છે. ૧૯૫૯માં જન્મેલા ૬૭ વર્ષીય અરાફી ઈરાનના ધાર્મિક માળખામાં એક મોટું નામ માનવામાં આવે છે. આ નિમણૂક પહેલા પણ તેમની પાસે ત્રણ મહત્વના હોદ્દા હતા. તેઓ દેશભરની ઇસ્લામિક સેમિનરી સિસ્ટમના નિયામક છે, ગાર્ડિયન કાઉન્સિલના સભ્ય છે અને એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સના પણ સભ્ય છે.
કોમ (Qom)ની પરંપરાગત ધાર્મિક વ્યવસ્થા સાથે જાેડાયેલા હોવા છતાં અરાફીને થોડા અલગ પ્રકારના નેતા માનવામાં આવે છે. તેમને શિક્ષિત, અનેક ભાષાઓના જાણકાર અને ટેકનોલોજીની સમજ ધરાવતા ધર્મગુરુ ગણાવવામાં આવે છે. તેઓ છૈં (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જેવી નવી ટેકનોલોજી દ્વારા ઇસ્લામિક વિચારધારાને દુનિયાભરમાં ફેલાવવાની જરૂરિયાત પર પણ બોલતા રહ્યા છે.
આ ઉથલપાથલભર્યા સમયમાં અરાફીની નિમણૂકને વ્યવસ્થાની સાતત્યતાના સંકેત તરીકે જાેવામાં આવી રહી છે. ‘અલ-મુસ્તફા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી‘ના પ્રમુખ તરીકે રહી ચૂકેલા અરાફીને IRGC અને રાજકીય નેતૃત્વના વફાદાર માનવામાં આવે છે. તેઓ વર્તમાન નીતિઓમાં કોઈ મોટો ફેરફાર નહીં કરે, ખાસ કરીને જ્યારે દેશ યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે.
અરાફી અને તેમના બે સહ-નેતાઓ કાયમી વ્યવસ્થા નથી. તેમનું મુખ્ય કામ દેશને સંભાળવાનું અને અમેરિકા તથા ઈઝરાયેલ સામે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવાનું છે, જ્યાં સુધી ૮૮ સભ્યોની ‘એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ‘ ખામેનેઈના કાયમી ઉત્તરાધિકારીની પસંદગી ન કરી લે.




