
‘પ્રલય’ પછી રણવીર પેટરનિટી લીવ પર જવાનો હોવાના અહેવાલો ધુરંધરની જાપાનમાં ઠંડી શરૂઆત, પહેલા દિવસે માત્ર ૯૦૦ ટિકિટ વેંચાઈ ‘ધુરંધર: ધ રિવેન્જ’એ ગ્લોબલી ૧,૮૧૩ કરોડની કમાણી કરીને ‘દંગલ’ બાદ બીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મનો રેકોર્ડ નોંધાવ્યો રણવીર સિંહની ‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝીએ ગ્લોબલ બોક્સ ઓફિસ પર ૩,૧૦૦ કરોડથી વધુની કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. જાેકે, જાપાનમાં ફિલ્મની શરૂઆત નિ:રાશાજનક રહી છે. ૧૦ જુલાઈએ લગભગ ૮૦ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી ‘ધુરંધર: ધ રિવેન્જ’ પહેલા દિવસે માત્ર ૯૦૦ દર્શકોને જ થિએટર સુધી ખેંચી શકી હોવાના અહેવાલો છે.આ અહેવાલો અનુસાર, ફિલ્મ માટે પહેલા દિવસે બપોરે ૨ વાગ્યા સુધી ૫૭ થિએટરમાં ૪૪૯ ટિકિટ જ વેંચાઈ હતી. દિવસનાં અંત સુધીમાં આ આંકડો વધીને માત્ર ૮૦ થિએટરમાં ૯૦૦ ટિકિટ સુધી પહોંચ્યો. ભારે પ્રમોશન છતાં ફિલ્મ શુક્રવારથી રવિવાર દરમિયાન જાપાનની ટોપ-૨૫ ફિલ્મોમાં પણ સ્થાન મેળવી શકી નહોતી.આ નબળા પ્રદર્શનને કારણે ફિલ્મ જાપાનમાં સૌથી વધુ ઓપનિંગ ફૂટફોલ્સ મેળવનારી ટોપ-૧૦ ભારતીય ફિલ્મોની યાદીમાં પણ સ્થાન બનાવી શકી નથી. આ યાદીમાં પ્રવેશ મેળવવા માટે ફિલ્મને ૧,૩૦૦થી વધુ ટિકિટ મેળવવાની જરૂર હતી, જે હાલમાં સલમાન ખાનની ‘ટાઈગર ૩’ના નામે ૧૦મા ક્રમે નોંધાયેલા છે.જાપાનમાં સૌથી વધુ ઓપનિંગ ફૂટફોલ્સનો રેકોર્ડ હાલમાં ‘આરઆરઆર’ના નામે છે, જેની ૮,૨૩૦ ટિકિટ બૂક થઈ હતી.. ત્યારબાદ સાહો (૬,૫૧૦), કલ્કી ૨૮૯૮ છડ્ઢ (૩,૭૦૦), પઠાન (૨,૨૨૦), સાલાર (૨,૨૦૦), જવાન (૧,૯૬૦), રંગસ્થલમ (૧,૬૧૦), દેવરા (૧,૫૫૦), બાહુબલી ૨ (૧,૩૮૦) અને ટાઈગર ૩ (૧,૩૦૦)નો સમાવેશ થાય છે.જાેકે જાપાનમાં ફિલ્મને નિ:રાશા મળી છે, ભારતમાં ‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝીએ અભૂતપૂર્વ સફળતા મેળવી છે. ‘ધુરંધર: ધ રિવેન્જ’એ ગ્લોબલી ૧,૮૧૩ કરોડની કમાણી કરીને આમિર ખાનની ‘દંગલ’ બાદ બીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મનો રેકોર્ડ નોંધાવ્યો છે. જ્યારે ડિસેમ્બર ૨૦૨૫માં આવેલી પ્રથમ ફિલ્મ ‘ધુરંધર’એ ૧,૩૦૭ કરોડથી વધુનું વૈશ્વિક કલેક્શન કર્યું હતું. બંને ફિલ્મોની કુલ કમાણી ૩,૧૦૦ કરોડથી વધુ પહોંચી છે.આ દરમિયાન અહેવાલો અનુસાર, રણવીર સિંહ હવે પોતાની આગામી ઝોમ્બી થ્રિલર ‘પ્રલય’નું શૂટિંગ આવતા મહિને શરૂ કરશે. તે દિવાળી સુધી ફિલ્મનું પ્રથમ શીડ્યુલ પૂરું કર્યા બાદ પત્ની દીપિકા પાદુકોણ સાથે બીજા સંતાનના જન્મ બાદ પેટરનિટી લીવ લેશે. ત્યારબાદ ફિલ્મનું શૂટિંગ થોડા સમય માટે અટકાવવામાં આવશે અને ૨૦૨૭માં ફરી શરૂ થશે.જય મહેતાના દિગ્દર્શનમાં બની રહેલી ‘પ્રલય’ની વાર્તા જય મહેતા અને ‘લૂટેરે’ વેબ સિરીઝ માટે જાણીતા વિશાલ કપૂરે લખી છે. આ ફિલ્મ રણવીર સિંહની આગામી મોટી રિલીઝ માનવામાં આવી રહી છે.




