
કોંગ્રેસે આ ટિપ્પણીને યુએસએ મોદીને આપેલું શરણાગતિનું સર્ટિફિકેટ ગણાવી ભારતમાં અમેરિકાના સાથીદારો ‘ગૂડ એક્ટર’ છે : વ્હાઇટ હાઉસ ઈરાનીઓના કારણે વિશ્વભરમાં તેલ પુરવઠા પડેલા કામચલાઉ વિક્ષેપને દૂર કરવા માટે અમે કામ કરી રહ્યાં છીએ
ભારતને રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીની હંગામી મંજૂરી આપવામાં આવી હોવાના મુદ્દે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, નાણાપ્રધાન સ્કોટ બેસેન્ટ અને સમગ્ર રાષ્ટ્રીય સુરક્ષા ટીમે ભારતને રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીની છૂટ આપવાનો ર્નિણય કર્યાે હતો, કારણ કે ભારતમાં અમેરિકાના સહયોગીઓ ‘ગૂડ એક્ટર’ (સકારાત્મક ભૂમિકા ભજવે) છે અને અગાઉ રશિયાના ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરી હતી. ગયા સપ્તાહે અમેરિકાએ જણાવ્યું હતું કે તેને પશ્ચિમ એશિયામાં વધતા જતા સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં ભારતીય રિફાઇનરોને રશિયન તેલ ખરીદવાની ૩૦ દિવસની કામચલાઉ છૂટ આપી રહ્યું છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને સમગ્ર રાષ્ટ્રીય સુરક્ષા ટીમ આ ર્નિણય પર આવ્યા કારણ કે ભારતમાં અમારા સાથીઓ ગૂડ એક્ટર છે અને અગાઉ પ્રતિબંધિત રશિયન તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે.ઈરાનીઓના કારણે વિશ્વભરમાં તેલ પુરવઠા પડેલા કામચલાઉ વિક્ષેપને દૂર કરવા માટે અમે કામ કરી રહ્યાં છીએ. તેથી અમે તેમને (ભારતને) રશિયન તેલ સ્વીકારવાની અસ્થાયી મંજૂરી આપી છે. લેવિટની આ ટિપ્પણીઓને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કોંગ્રેસ જણાવ્યું હતું કે અમેરિકન નાણાપ્રધાન પછી હવે પ્રેસિડન્ટના ટ્રમ્પના પ્રેસ સેક્રેટરીએ મોદીને શરણાગતિનું સર્ટિફિકેટ આપ્યું છે. આ ટીકા પછી દિલ્હીમાં યુએસ રાજદૂત સર્જિયો ગોરે કહ્યું હતું કે ભારત વિશ્વભરમાં તેલના ભાવ સ્થિર રાખવામાં મહાન ભાગીદાર છે.




