
રામાયણના પહેલા ગીતે મચાવી ધૂમ કરવા ચોથ પર રિલીઝ થયું રામાયણનું પહેલું ગીત રણબીર કપૂર અને સાઈ પલ્લવીના રામ-સીતાના રૂપે વિવાહના દૃશ્યોએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું
કરવા ચોથના પવિત્ર અવસરે નમિત મલ્હોત્રા નિર્મિત અને નિતેશ તિવારી દિગ્દર્શિત મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’નું પહેલું ઓફિશિયલ સોન્ગ ‘જુડી જાેડી’ રીલિઝ કરવામાં આવ્યું હતું. ગીતના શીર્ષક મુજબ જ આ ગીત ભગવાન શ્રી રામ અને માતા સીતાના પવિત્ર વિવાહ અને તેમના અલૌકિક પ્રેમના દિવ્ય પળોને ખૂબ જ સુંદરતાથી દર્શાવે છે. સોશિયલ મીડિયા પર આ ગીત ધમાલ મચાવી રહ્યો છેફિલ્મ રામાયણનું આ ગીતનું સુરીલું સંગીત ઓસ્કાર વિજેતા સંગીતકાર એ. આર. રહેમાન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે હિન્દી વર્ઝનના ઈમોશનલ લિરિક્સ જાણીતા કવિ ડૉ. કુમાર વિશ્વાસ દ્વારા લખવામાં આવ્યા છે. આ ગીતમાં રામ-સિયા વચ્ચેનો પરસ્પર વિશ્વાસ, પ્રેમ, સમર્પણ અને શ્રદ્ધાના ભાવ રજૂ કરવામાં આવ્યા છે.આ ગીત ‘વર્લ્ડ ઓફ રામાયણ’ અને ‘ટી-સીરીઝ’ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રીલિઝ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તમામ અગ્રણી મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર પણ તે ઉપલબ્ધ છે. ફિલ્મમાં બોલીવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર ભગવાન શ્રી રામ અને સાઉથ અભિનેત્રી સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં જાેવા મળશે. ગીતમાં બંનેના વિવાહ સંસ્કાર અને તેમની વચ્ચેનું ઈમોશનલ બોન્ડિંગ દર્શકોના દિલ જીતી રહ્યું છે.‘જુડી જાેડી’ ગીતને માત્ર હિન્દી જ નહીં, પરંતુ દક્ષિણ ભારતની મુખ્ય ભાષાઓમાં પણ એકસાથે લૉન્ચ કરવામાં આવ્યું છે. હિન્દી વર્ઝનને જાણીતી ગાયિકા શ્રેયા ઘોષાલ દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યું છે. તમિલમાં હીર, તેલુગુમાં સિરીષા ભગવતુલા, મલયાલમમાં અમૃતા સુરેશ અને કન્નડમાં પૂજા વૈદ્યનાથે પોતાનો અવાજ આપ્યો છે. હિન્દી ગીત કુમાર વિશ્વાસે લખ્યું છે, જ્યારે તમિલમાં કાર્તિક નેથા, તેલુગુમાં રાકેન્દુ મૌલી, મલયાલમમાં વિનાયક શશિકુમાર અને કન્નડમાં કાર્તિક સરગુરે લિરિક્સ તૈયાર કર્યા છે.




