
પાકિસ્તાનમાં પણ રામાયણનો જબરદસ્ત ક્રેઝ કરાચીના મંદિરમાં લાગ્યા રામાયણના પોસ્ટર, હિન્દુ પરિવારોમાં ઉત્સાહ અભિનેતા રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશની ફિલ્મને પાકિસ્તાનના ચાહકોએ પાઠવી શુભેચ્છાઓ રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ સ્ટારર ફિલ્મ ‘રામાયણ’નું અમેરિકામાં સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. ફેન્સ આ ફિલ્મની રાહ જાેઈને બેઠા છે. આ ફિલ્મનો ક્રેઝ માત્ર ભારત કે અમેરિકામાં જ નહીં પણ હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જાેવા મળ્યો છે. પાકિસ્તાનમાં પણ ફેન્સ ‘રામાયણ’ ફિલ્મ રિલીઝ થાય એની રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મમેકર નિતેશ તિવારીના ડાયરેક્શનમાં તૈયાર થયેલી ફિલ્મ ‘રામાયણ’ પ્રત્યે પાકિસ્તાનના કરાંચી શહેરમાં રહેતા હિન્દુ પરિવારોમાં એક પ્રકારનો અનોખો ઉત્સાહ જાેવા મળ્યો છે. કરાંચીમાં આવેલા એક મંદિરમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી તથા યશના ફોટો-પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો ફિલ્મના જાેરશોરથી વખાણ કરી રહ્યા છે. સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. કેટલાક લોકોએ ફિલ્મ સફળ થાય એવી કામના કરી છે. પાકિસ્તાનમાં રહેતા કેટલાક લોકોએ તો ફિલ્મ ઓસ્કારમાં જાય એવી કામના કરી છે. પાકિસ્તાનના કરાંચીમાં રહેતા એક યુટ્યુબરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યાે હતો, જેમાં હિન્દુ પરિવારના લોકો ‘રામાયણ’ ફિલ્મને લઈ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. વીડિયોમાં લોકો મંદિરમાં ફિલ્મના પોસ્ટર લગાવી રહ્યા છે એ જાેઈ શકાય છે. આ દરમિયાન રણબીર કપૂર, સાઈ પલ્લવી તથા યશ સહિત ફિલ્મની સમગ્ર ટીમને શુભકામના પાઠવી છે. કેટલાક લોકોએ આશા વ્યક્ત કરી છે કે, આ ફિલ્મ બોક્સઓફિસ પર દમદાર ચાલશે. બેસ્ટ પર્ફાેમ કરશે. દુનિયાભરમાં એક ઓળખ ઊભી કરશે. પાકિસ્તાનના મહાનગર કરાંચીમાં પણ આ ફિલ્મને લઈને એક ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી કડવાશને કારણે પાકિસ્તાનના થિયેટર્સમાં પણ ભારતીય ફિલ્મોના રિલીઝને માઠી અસર પહોંચી રહી છે. એવામાં હવે જાેવાનું એ રસપ્રદ રહેશે કે રણબીર કપુર, યશ અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’ પાકિસ્તાનમાં રિલીઝ થાય છે કે નહીં. નિતેશ તિવારીના ડાયરેક્શનમાં તૈયાર થયેલી ફિલ્મ બે ભાગમાં રિલીઝ કરાશે. પહેલો ભાગ ૫ નવેમ્બરના રિલીઝ થઈ રહ્યો છે. બીજાે ભાગ વર્ષ ૨૦૨૭માં આવશે. આશરે ¹ ૪૦૦૦ કરોડના બજેટમાં તૈયાર થયેલી ફિલ્મ બોક્સઓફિસ પર દમદાર ક્લેક્શન કરશે એવી મેકર્સને આશા છે. અમેરિકામાં પણ ફિલ્મ માટે ખાસ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.




