
૮૬ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી પેટ્રિક સ્ટુઅર્ટે હોલિવૂડના દિગ્ગજ અભિનેતા પેટ્રિક સ્ટુઅર્ટનું નિધન થયું ‘સ્ટાર ટ્રેક’ અને ‘એક્સ-મેન’ ફેમ અભિનેતાના નિધનથી હોલિવૂડમાં શોકની લાગણી છવાઈ : આગામી ફિલ્મ ‘એવૅન્જર્સ: ડૂમ્સડે’ રહેશે અંતિમ ભેટ
હોલિવૂડ ફિલ્મ જગતમાંથી એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ‘સ્ટાર ટ્રેક’ અને ‘એક્સ-મેન’ જેવી સુપરહિટ ફિલ્મોમાં પોતાની શાનદાર અદાકારીથી લાખો દિલ જીતનાર લોકપ્રિય અભિનેતા સર પેટ્રિક સ્ટીવર્ટ નું ૮૬ વર્ષની વયે લોસ એન્જેલસ સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી અલ્ઝાઈમર રોગ અને લેવી બોડી ડિમેન્શિયા જેવી ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા.પેટ્રિક સ્ટીવર્ટના નિધનની સત્તાવાર માહિતી તેમના પરિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (અગાઉ ટ્વિટર) પર શેર કરી હતી. પરિવારે જણાવ્યું હતું કે, અંતિમ સમયમાં તેમની પત્ની સની ઓઝેલ સહિત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો ઉપસ્થિત હતા. તેમના અંતિમ સંસ્કાર કે સમયનું વાતાવરણ પ્રાર્થના, સંગીત અને લાગણીસભર ક્ષણોથી ભરેલું હતું. તેમના ચહેરા પર રહેલી શાંતિ અને દિવ્ય ગરિમા હંમેશાં યાદ રહેશે.ઉત્તર ઈંગ્લેન્ડના યોર્કશાયર સ્થિત મિરફિલ્ડમાં જન્મેલા પેટ્રિક સ્ટીવર્ટએ રોયલ શેક્સપિયર કંપનીથી પોતાના અભિનય સફરની શરૂઆત કરી હતી. તેમણે લગભગ ૬ દાયકાઓ સુધી બ્રોડવે, સિનેમા અને ટેલિવિઝનની દુનિયામાં અદ્ભુત યોગદાન આપ્યું હતું.પેટ્રિક સ્ટીવર્ટના નિધનના સમાચાર ફેલાતા જ હોલિવૂડ અને વિશ્વભરના કલા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ‘એક્સ-મેન’ ફિલ્મ શ્રેણીમાં ‘વુલ્વરીન’ ની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત સુપરસ્ટાર હ્યુ જેકમૅન એ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યું હતું કે, “આજે આપણે સ્ટેજ અને પડદાના એક મહાન કલાકારને ગુમાવી દીધા છે. મારા માટે તેઓ એક ઉત્તમ મિત્ર અને શાનદાર ઇન્સાન હતા. મેં તેમની પાસેથી ઘણું બધું શીખ્યું છે, પેટ્રિક સ્ટીવર્ટ, હું તમને હંમેશાં યાદ રાખીશ.”પેટ્રિક સ્ટીવર્ટને હવે આગામી મોસ્ટ અવેટેડ હોલિવૂડ ફિલ્મ ‘એવૅન્જર્સ: ડૂમ્સ ડે’ માં મોટા પડદા પર જાેવામાં આવશે, જે ૧૭ ડિસેમ્બર, ૨૦૨૬ ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ તેમના પ્રશંસકો માટે એક ભાવનાત્મક શ્રદ્ધાંજલિ સમાન બની રહેશે.




