Kolkata High Court : કલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભિજીત ગાંગુલી, જેઓ તમલુક લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પણ છે, તેમણે પોલીસ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જેમાં તેણે તેની સામે હત્યાના પ્રયાસનો પોલીસ કેસ બનાવટી ગણાવ્યો હતો.
બીજેપીએ પૂર્વ જજ અભિજીત ગાંગુલીને કોલકાતાની તામલુક સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. હાલમાં જ પોલીસે તેની વિરુદ્ધ કલમ 307 હેઠળ એફઆઈઆર નોંધી છે. આ મામલાની સામે પૂર્વ જજે હાઈકોર્ટમાં અરજી કરી છે. જેમાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ પડતી કાર્યવાહી કરી હોવાની ફરિયાદ કરી છે.
સોમવારે તેણે કોલકાતા હાઈકોર્ટમાં જસ્ટિસ જય સેન ગુપ્તાની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર મંગળવારે સુનાવણી થશે.
પૂર્વ જજના વકીલ રાજદીપ મજુમદારે પોલીસ પર વધુ પડતી કાર્યવાહીનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું છે કે આ બધું તેમને પ્રચાર કરતા રોકવા માટે કરવામાં આવ્યું હતું. એડવોકેટ મજુમદારે કહ્યું કે ભાજપના ઉમેદવાર ગાંગુલી વિરુદ્ધ કલમ 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
જો સૂત્રોનું માનીએ તો, શિક્ષકોના સંગઠન સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા કેટલાક લોકો દ્વારા તેમની સામે વિરોધ કરવાની કથિત ઘટના ત્યારે બની જ્યારે ગાંગુલી ચૂંટણી માટે તેમના ઉમેદવારી પત્રો ભરવા ગયા હતા.