
અંબાજી ખાતે ગબ્બર પર્વત પરની રોપ-વેની મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી સેવા બંધ રહેશે.સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જતા લોકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગબ્બર પર્વત પર જવા માટે ઉપયોગમાં લેવાતી રોપ-વે સેવા આગામી ૬ દિવસ માટે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, અંબાજી ખાતે ગબ્બર પર્વત પરની રોપ-વેની મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી સેવા બંધ રહેશે. જેમાં ૨૩ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી રોપ-વે સેવા બંધ રહેશે. જ્યારે ૧ માર્ચ ૨૦૨૬થી રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
વહીવટી તંત્ર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈને તંત્રએ ર્નિણય લીધો છે. જાેકે, દર્શનાર્થીઓ ગબ્બરના પગથિયા ચઢીને માતાજીના દર્શન કરી શકશે.




