Delhi Excise Case: દિલ્હીની એક અદાલતે સોમવારે કથિત આબકારી નીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી વધારી દીધી છે.
CBI અને EDના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 22 જુલાઈ સુધી લંબાવી છે. જ્યુડિશિયલ કસ્ટડીની મુદત પૂરી થયા બાદ તેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
કોર્ટે 30 એપ્રિલના રોજ કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં CBI અને ED દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસમાં સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. સીબીઆઈ અને ઈડી તેમજ સિસોદિયાના વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.