Karnataka: અણ્ણા ભાગ્ય યોજના માટે ચોખા ચોરી કરવા બદલ ભાજપના નેતા મણિકાંત રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. શાહપુર પોલીસે રાઠોડની જિલ્લા મુખ્યાલય કલબુર્ગી ખાતેના તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી.
સૂત્રોએ જણાવ્યું કે યાદગીર જિલ્લાના શાહપુરમાં એક સરકારી વેરહાઉસમાંથી 2 કરોડથી વધુની કિંમતના 6,077 ક્વિન્ટલ ચોખાની ચોરીના સંબંધમાં મણિકાંતની ધરપકડ કરવામાં આવી છે.
ભાજપના નેતાને પોલીસે પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તેમણે પૂછપરછની અવગણના કરી હતી, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
રાઠોડ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગે સામે ભાજપની ટિકિટ પર 2023ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.
અન્ન ભાગ્ય યોજના હેઠળ, સમાજના આર્થિક રીતે નબળા વર્ગના દરેક પરિવારના સભ્યોને દર મહિને 10 કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે.