ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના નવનિયુક્ત મુખ્ય સચિવ પંકજ જોશીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને તેમને આ મહત્ત્વપૂર્ણ પદ માટે શુભેચ્છાઓ આપી હતી. રાજ્યપાલ એ પંકજ જોશીનો ઉષ્માભેર સ્વાગત કરતાં કહ્યું કે તેમની નેતૃત્વ ક્ષમતાઓ અને વહીવટી અનુભવ રાજ્યના વિકાસમાં મજબૂત આધારરૂપ સાબિત થશે.
પંકજ જોશીએ મુખ્ય સચિવ તરીકેનો પદભાર સંભાળ્યા પછી સૌપ્રથમ રાજભવનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે રાજ્યપાલ સાથે મૈત્રીપૂર્ણ મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન રાજ્યના વહીવટ, સુશાસન અને વિકાસલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યપાલ એ તેઓને સરકાર અને વહીવટીતંત્ર વચ્ચે સુમેળ સાધી જનહિત માટે કાર્ય કરવાની સલાહ આપી હતી.
રાજ્યપાલ એ રાજ્યના સમગ્ર વિકાસ માટે સશક્ત વહીવટીતંત્રની મહત્વતા પર ભાર મૂક્યો અને જણાવ્યું કે, પ્રજાલક્ષી નીતિઓનો અસરકારક અમલ કરવો તંત્ર માટે મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. તેમણે વ્યક્ત કરી કે પંકજ જોશી રાજ્યના સમગ્ર વિકાસ માટે ઉત્તમ કામગીરી કરશે અને રાજ્યને નવી પ્રગતિશીલ દિશામાં આગળ વધારશે.
પંકજ જોશીએ રાજ્યપાલ નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, તેઓ આ પદની જવાબદારી સંપૂર્ણ સમર્પિત ભાવના સાથે નિભાવશે અને રાજ્યના હિત માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે. તેમણે જણાવ્યું કે, ગુજરાતના વિકાસ માટે પારદર્શિતા, કાર્યક્ષમતા અને નવિનતાને પ્રાથમિકતા આપવામાં આવશે.
આ બેઠક દરમિયાન રાજ્યના વિવિધ વિભાગોની કામગીરી, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ, અને વહીવટી સુધારા માટેના વિવિધ પગલાંઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પંકજ જોશીએ રાજ્યપાલ ને વિશ્વાસ આપ્યો કે તેઓ આ પદ પર નિયુક્તિ દરમિયાન શ્રેષ્ઠ વહીવટ અને જનહિત માટે સતત પ્રયાસશીલ રહેશે.
રાજ્યપાલ એ અંતે આશા વ્યક્ત કરી કે, પંકજ જોશી તેમના નિષ્ણાતી અનુભવ અને નેતૃત્વ દ્વારા ગુજરાતને નવી ઊંચાઈઓએ લઈ જશે અને રાજ્યના પ્રગતિ પથને વધુ ગતિશીલ બનાવશે.