
ભારતની અગ્રણી સરકારી ક્ષેત્રની બેંકોમાંની એક — બેંક ઓફ બરોડાએ “આત્મનિર્ભરતાની તરફ” થીમ હેઠળ તેની મુખ્ય ખેડૂત સંવાદ પહેલ — “બરોડા ખેડૂત પખવાડિયા”ના 8મા સંસ્કરણનો પ્રારંભ કર્યો છે.
3 થી 15 નવેમ્બર 2025 સુધી ચાલનારા આ વાર્ષિક અભિયાન દ્વારા, જાગૃતિ, સમાવીશ અને નવીનતા દ્વારા ભારતના કૃષિ અને ગ્રામ્ય સમુદાયોને સશક્ત બનાવવાની તથા તેમને આત્મનિર્ભરતા તરફ દોરી જવાની બેંકની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત થાય છે.
બેંક ઓફ બરોડા દેશભરના ખેડૂતો અને કૃષિ ઉદ્યોગકારો સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે, કૃષિ ક્ષેત્રને લાભ થાય તેવા વિવિધ કૃષિ કેન્દ્રિત ઉત્પાદનો અને ગ્રાહક કેન્દ્રિત સેવાઓ અંગે જાગૃતિ લાવવા માટે મેદાન સ્તરે પ્રવૃત્તિઓનું આયોજન કરી રહી છે.
આ અંતર્ગત પાલનપુર શહેરના નગરપાલિકા ટાઉનહોલમાં 07/11/2025ના રોજ બેંક ઓફ બરોડા પાલનપુર પ્રદેશ કચેરી દ્વારા ભવ્ય મેગા ખેડૂત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના 600થી વધુ ખેડૂતો જોડાયા હતા.
કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે બેંક ઓફ બરોડાના શ્રી સુશાંત કુમાર મોહંતી, મુખ્ય મહાપ્રબંધક, વડા – ખજાના અને વૈશ્વિક બજાર વિભાગે જણાવ્યું:
“બરોડા ખેડૂત પખવાડિયા એ અમારી એવી મુખ્ય પહેલ છે જે ભારતના કૃષિ ક્ષેત્ર અને ગ્રામ્ય અર્થતંત્રના વિકાસ પ્રત્યેની અમારી ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ વર્ષની થીમ ‘આત્મનિર્ભરતાની તરફ’ દ્વારા અમે ખેડૂતોને સરળતાથી ઋણ અને વિવિધ બેન્કિંગ સેવાઓ પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવવા માટેની અમારી દ્રષ્ટિ રજૂ કરીએ છીએ. બેંક ઓફ બરોડા સતત જાગૃતિ, નવીનતા અને ગ્રાહક કેન્દ્રિત ઉકેલો દ્વારા ગ્રામ્ય નાણાકીય સમાવેશને મજબૂત બનાવવા અને ખેડૂતોને સશક્ત બનાવવા માટે પ્રયાસરત રહી છે.”
⸻
આ મેળામાં બેંક ઓફ બરોડાના અમદાવાદ ઝોનના વ્યાવસાયિક વિકાસના ઉપ મહાપ્રબંધક શ્રી વિપિનકુમાર ગર્ગ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું:
“પખવાડિયા દરમિયાન, બેંક દ્વારા ખેડૂત બેઠકો, ચોપાલો, ખેડૂત મેળાઓ અને આરોગ્ય શિબિરો જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન બેંકની કૃષિ કેન્દ્રિત યોજનાઓ અંગે જાગૃતિ લાવવા માટે વિશિષ્ટ બ્રાન્ડિંગ સાથેનો જાગૃતિ રથ – “બરોડા ખેડૂત રથ” વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યો છે.
ઉપરાંત, બરોડા ખેડૂત પખવાડિયા દરમિયાન ભારત સરકારની ‘આત્મનિર્ભર ભારત’ જેવી પહેલ અંતર્ગત વિવિધ ઋણ યોજનાઓ અને સામાજિક સુરક્ષા યોજનાઓનો પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જે કૃષિ અને ગ્રામ્ય વિકાસ સંબંધિત રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને આગળ વધારવામાં બેંક ઓફ બરોડાની ભૂમિકા રેખાંકિત કરે છે.”
⸻
આ મેળામાં પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ ઉદ્યોગકારો અને વફાદાર ગ્રાહકોને કૃષિ ઈકોસિસ્ટમમાં તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. બેંકની વિવિધ ઋણ યોજનાઓ અંતર્ગત 940 ખેડૂતોને રૂ. 100 કરોડથી વધુની મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા.
મેળાના મુખ્ય આકર્ષણોમાં કૃષિ નિષ્ણાતોના વ્યાખ્યાન, નવીન ટેકનોલોજી પર વર્કશોપ્સ અને સફળ ખેડૂતોની પ્રેરણાદાયક વાર્તાઓનો સમાવેશ હતો.




