
પીએમ મોદીના જન્મદિવસ પર બિહારને ભેટ બિહારમાં નવી વંદે ભારત અને અમૃત ભારત એક્સપ્રેસ સહિત ૪ નવી ટ્રેન ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થશે આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલશે. દાનાપુરથી ચાલનારી ટ્રેન મંગળવારે છોડીને બાકીના તમામ દિવસો ચાલશે, જ્યારે ફોર્બિસગંજથી ચાલનારી ટ્રેન બુધવારે છોડીને અઠવાડિયામાં છ દિવસ ચાલશે
ચૂંટણી વર્ષમાં કેન્દ્ર સરકાર બિહાર પર મહેરબાન છે. રેલ કનેક્ટિવિટી અને યાત્રીઓની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં, બિહારથી ૧૭ સપ્ટેમ્બરથી ચાર નવી ટ્રેનો શરૂ થઈ રહી છે. તેમાં જાેગબની-દાનાપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ, સહરસા-ચેહરતા (અમૃતસર) વચ્ચેની અમૃત ભારત એક્સપ્રેસ, જાેગબની-ઈરોડ અમૃત ભારત એક્સપ્રેસ અને કટિહાર-સિલીગુડી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
૧૭ રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે.
દાનાપુર અને જાેગબની વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલશે. દાનાપુરથી ચાલનારી ટ્રેન મંગળવારે છોડીને બાકીના તમામ દિવસો ચાલશે, જ્યારે ફોર્બિસગંજથી ચાલનારી ટ્રેન બુધવારે છોડીને અઠવાડિયામાં છ દિવસ ચાલશે.
ટ્રેન નંબર ૨૬૩૦૨ – દાનાપુર-જાેગબની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ૧૭ સપ્ટેમ્બરથી દાનાપુરથી સાંજે ૫:૧૦ વાગે ઉપડીને આ સ્ટેશન પર હાજીપુર – ૬:૦૫ વાગે, મુઝફ્ફરપુર – ૬:૫૦ વાગે, સમસ્તીપુર – ૭:૪૩ વાગે, હસનપુર રોડ – ૮:૨૩ વાગે, સલૌના – ૮:૩૮ વાગે, ખગડિયા – ૯:૦૦ વાગે, સહરસા – ૯:૫૫ વાગે, દૌરમ મધેપુરા – ૧૦:૨૩ વાગે, બનમનખી – ૧૧:૦૦ વાગે, પૂર્ણિયા – ૧૧:૪૦ વાગે, અરરિયા કોર્ટ – રાત્રે ૧૨:૧૮ વાગે, ફોર્બિસગંજ – ૧૨:૪૮ વાગે, જાેગબની – રાત્રે ૧:૨૦ વાગે પહોંચશે.
આ ૮ કોચની વંદે ભારત ટ્રેન કુલ ૪૫૩ કિમીનું અંતર લગભગ ૮ કલાક ૧૦ મિનિટમાં પૂરુ કરશે. ટ્રેન નંબર ૨૬૩૦૧ – જાેગબની-દાનાપુર વંદે ભારત એક્સપ્રેસ આ ટ્રેન ૧૮ સપ્ટેમ્બરથી જાેગબનીથી બપોરે ૩:૨૫ વાગ્યે નીકળશે અને સ્ટેશનો પર આ મુજબ રોકાશે જેમાં ફોર્બિસગંજ – ૩:૩૫ વાગે, અરરિયા કોર્ટ – ૪:૦૦ વાગે, પૂર્ણિયા – ૪:૫૦ વાગે, બનમનખી – ૫:૨૬ વાગે, દૌરમ મધેપુરા – ૫:૫૩ વાગે, સહરસા – ૬:૨૦ વાગે, ખગડિયા – ૭:૧૩ વાગે, સલૌના – ૭:૩૩ વાગે, હસનપુર રોડ – ૭:૪૮ વાગે, સમસ્તીપુર – ૮:૨૩ વાગે, મુઝફ્ફરપુર – ૯:૦૦ વાગે, હાજીપુર – ૯:૪૫ વાગે, દાનાપુર – રાત્રે ૧૧:૩૦ વાગે પહોંચશે
અન્ય ટ્રેનો
જાેગબની-ઇરોડ અમૃત ભારત એક્સપ્રેસ
સહરસા-છેહરટા અમૃત ભારત એક્સપ્રેસ
કટિહાર-સિલિગુડી એક્સપ્રેસ
હાલમાં બિહારમાંથી ૧૩ વંદે ભારત ટ્રેનો ચાલે છે. જાેગબની-દાનાપુર ટ્રેન શરૂ થયા બાદ આ સંખ્યા ૧૪ થઈ જશે. ૮ અમૃત ભારત ટ્રેનો હાલ કાર્યરત છે.
જાેગબની-ઇરોડ અને સહરસા-છેહરટા શરૂ થયા બાદ આ સંખ્યા ૧૦ થઈ જશે.
આ ઉપરાંત, જયનગર-પટના વચ્ચે ૧ નમો ભારત ટ્રેન પણ ચાલી રહી છે.
