
૧૦૦ લોકોએ મોદીને પત્ર લખી આત્મહત્યાની ચિમકી આપી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેના ટ્રાફિક જામથી લોકો કંટાળ્યાખાડા, ટ્રાફિક અને ખરાબ મેનેજમેન્ટથી કંટાળી વસાઈ-નાયગાંવ-ચિંચોટી વિસ્તારના લોકોએ મોદીને લેટર લખ્યો મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે લોકો તેનાથી કંટાળી ગયા છે. ખાડા, ટ્રાફિક અને ખરાબ મેનેજમેન્ટથી કંટાળી વસાઈ-નાયગાંવ-ચિંચોટી વિસ્તારના સોથી વધારે લોકોએ પ્રધાનમંત્રી મોદીને લેટર લખ્યો છે. તેમાં તેમણે આત્મહત્યની મંજૂરી માગી છે.
તેમાં સસૂનધર, મલ્લજીપાડા, સસુપાડા, બોબાટપાડા અને પાથરપાડા જેવા ગામના લોકો સામેલ છે. તેમનું કહેવું છે કે પહેલા જે રસ્તો એક કલાકમાં કપાતો હતો, તેના માટે હવે પાંચથી છ કલાક લાગી જાય છે. તેનાથી લોકોની નોકરી, બાળકોનો અભ્યાસ અને બીમારીનો ઈલાજ બધા પર માઠી અસર પડે છે.
ગુરુવારે મોટી સંખ્યામાં લોકો સસૂનધર પોસ્ટ ઓફિસે પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે પીએમ મોદીને પત્ર લખ્યો છે. આ પત્રો તેમણે પોતાની છેલ્લી પુકાર તરીકે ગણાવ્યો છે. સ્થાનિક એનજીઓ કાર્યકર્તા સુશાંત પાટિલે કહ્યું કે હવે જીવવાથી સારુ મરવાનું લાગે છે. બાળકો પરીક્ષા આપી શકતા નથી, લોકોની ફ્લાઈટ છૂટી જાય છે અને હોસ્પિટલે પહોંચવામાં ત્રણ કલાક જેટલો સમય લાગે છે. પહેલા જે હોસ્પિટલ ૨૦ મિનિટમાં પહોંચી જતાં હતા, ત્યાં હવે જામમાં ફસાઈ જવાય છે.
લોકોનો આરોપ છે કે નેશનલ હાઈવે અથોરિટી ઓફ ઈંડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ઓફિસરની લાપરવાહીના કારણે આ હાલાત થઈ છે. ઘણી વાર ફરિયાદ કરી, વિરોધ પ્રદર્શન કર્યા, પણ કોઈ વાત સાંભળતું નથી.
તેમનું કહેવું છે કે જાે પ્રશાસન હજુ પણ નહીં જાગે તો તેમને આત્મહત્યાની મંજૂરી આપવા સિવાય અન્ય કોઈ રસ્તો દેખાતો નથી. પત્રમાં લખ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમારી તકલીફ સમજે અને તરત કાર્યવાહી કરે. જાે આવું નહીં થાય તો અમને આત્મહત્યાની મંજૂરી આપો.
મુંબઈ અને ગુજરાતને જાેડતો એનએચ-૪૮ દેશની અર્થવ્યવસ્થાની લાઈફલાઈન કહેવાય છે. પણ હાલાત એવી છે કે આ જ રસ્તો હવે લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે.
વસઈ-વીરારના લોકો પાસે મુંબઈ આવવા જવાનો આ એક જ રસ્તો છે.બાકી વિકલ્પ જેમ કે રો-રો ફેરી સર્વિસ પણ ભીડવાળી હોય છે કે વાહનોની લાઈનો કેટલાય કિમી સુધી લાંબી લાગી જાય છે. ઘણી વાર લોકો પોતાની સફરમાં પાંચ કલાકનો વધારાનો સમય લાગી જાય છે. વૃદ્ધ અને બીમાર લોકો તો આ જામમાં ફસાઈ અને પરેશાન થઈ જાય છે.
