
ચૂંટણી પંચનો ર્નિણય ગુજરાત સહિત ૬ રાજ્યોમાં લંબાવાઈ SIR ની સમયમર્યાદા આ ર્નિણયથી લોકોને પોતાનું નામ, સરનામું કે અન્ય વિગતો મતદાર યાદીમાં સુધારવા માટે વધારાનો સમય મળી જશ
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે ગુરુવારે મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે હાલ ચાલી રહેલી SIR ની કામગીરીની સમયમર્યાદા ફરી એકવાર લંબાવી લીધી છે. આ ર્નિણયથી લોકોને પોતાનું નામ, સરનામું કે અન્ય વિગતો મતદાર યાદીમાં સુધારવા માટે વધારાનો સમય મળી જશે, જેથી આવનારી ચૂંટણીઓમાં કોઈપણ પ્રકારની અડચણ ન થાય. આ સમયમર્યાદા ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છતીસગઢ અને અંદામાન-નિકોબારમાં લંબાવવામાં આવી છે. ચૂંટણી પંચ (EC) એ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની સમયમર્યાદા લંબાવી છે.
મતદાર યાદીના શુદ્ધિકરણ માટે આ પગલું લેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ ૧૫ દિવસ લંબાવવામાં આવી છે. તમિલનાડુ અને ગુજરાતમાં આ સમયગાળો ત્રણ દિવસ લંબાવવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંદામાન-નિકોબાર ટાપુઓને વધારાના ૭ દિવસ આપવામાં આવ્યા છે. આ વિસ્તરણની સાથે, ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડવાની અંતિમ તારીખ પણ લંબાવવામાં આવી છે. કમિશને આ ર્નિણય એ સુનિશ્ચિત કરવા માટે લીધો છે કે તમામ પાત્ર નાગરિકોના નામ યાદીમાં સામેલ થાય.




