
પાકિસ્તાનની મૂળના શબાના મહમૂદ ગૃહ મંત્રી તરીકે યથાવત બ્રિટનના PM બર્નહેમેની કેબિનટમાં ભારતીય મૂળના બે મંત્રીઓનો સમાવેશ વર્ષ ૨૦૨૫માં કીર સ્ટાર્મરની સરકારે તેમને એઆઈ અને ઓનલાઈન સુરક્ષા મંત્રી બનાવ્યા હતા બ્રિટનના નવા વડાપ્રધાન એન્ડી બર્નહેમે સોમવારે પદ સંભાળતા જ પોતાની નવી કેબિનેટની રચના કરી છે. મીડિયા અહેવાલ અનુસાર, બર્નહેમે પોતાની નવી કેબિનેટમાં કનિષ્ક નારાયણ અને લીઝા નંદી સહિતના કેટલાક જૂના મંત્રીઓને યથાવત રાખ્યા છે. કનિષ્ક નારાયણને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(એઆઈ) મંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે લીઝા નંદીને સંસ્કૃતિ મંત્રીના પદ પર જાળવી રાખવામાં આવ્યા છે. કનિષ્કનો જન્મ બિહારના મુઝફ્ફરપુરમાં થયો હતો અને ૧૨ વર્ષની ઉંમરે તેઓ પોતાના પરિવાર સાથે બ્રિટનના કાર્ડિફ ગયા હતા.રાજકારણમાં આવતા પહેલા તેમણે ટેકનોલોજી અને નાણાકીય ક્ષેત્રે કામ કર્યું હતું, જેમાં એઆઈ, ફિનટેક અને આબોહવા સંબંધિત વ્યવસાયોનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૫માં કીર સ્ટાર્મરની સરકારે તેમને એઆઈ અને ઓનલાઈન સુરક્ષા મંત્રી બનાવ્યા હતા.ભારતીય મૂળના લીઝા નંદીને એન્ડી બર્નહેમે પોતાની નવી કેબિનેટમાં સંસ્કૃતિ મંત્રીના પદ પર રાખ્યા છે. લીઝાનો જન્મ માન્ચેસ્ટરમાં થયો હતો. તેમના પિતા દીપક નંદી કોલકાતાના રહેવાસી હતા, જ્યારે તેમની માતા લુઈસ બાયર્સ બ્રિટનના વતની છે. કેબિનેટમાં અન્ય મંત્રીઓમાં – પાકિસ્તાની મૂળના શબાના મહમૂદ હોમ સેક્રેટરી (ગૃહ મંત્રી) તરીકેની પોતાની ભૂમિકા જાળવી રાખી છે. જાેનાથન રેનોલ્ડ્સ વ્યાપાર, નવીનતા, વિજ્ઞાન અને વેપાર વિભાગમાં વાણિજ્ય મંત્રી તરીકે ફરી કાર્યભાર સંભાળશે. બર્નહેમે સ્ટાર્મર સરકારના કેટલાક વરિષ્ઠ મંત્રીઓને સરકારમાંથી હટાવી દીધા છે, જેમાં ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન ડેવિડ લેમી, ભૂતપૂર્વ વ્યાપાર સચિવ પીટર કાઇલ અને સ્ટાર્મરના ચીફ સેક્રેટરી ડ|૦હ્લન જાેન્સનો સમાવેશ થાય છે.




