
લાહોર યુનિ.માં કોર્સનો પ્રારંભ.દેશના ભાગલા બાદ પહેલીવાર પાકિસ્તાનમાં સંસ્કૃત ભણાવાશે.લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ દ્વારા શાસ્ત્રીય ભાષા સંસ્કૃતનો ચાર ક્રેડિટનો કોર્સ શરૂ કરાયા.ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ પ્રથમ વખત પાકિસ્તાનમાં કોઈ યુનિવર્સિટી દ્વારા વર્ગખંડોમાં સંસ્કૃત ભાષાનું શિક્ષણ પુન: શરૂ કરવામાં આવ્યું છે. લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ(LUMS) દ્વારા શાસ્ત્રીય ભાષા સંસ્કૃતનો ચાર ક્રેડિટનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.
આ પહેલ એક ત્રણ મહિનાની વીકએન્ડ વર્કશોપની સફળતા બાદ શરૂ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્વાનોએ સારો એવો રસ દાખવ્યો હતો.
આ કોર્સના ભાગરૂપે, વિદ્યાર્થીઓને મહાભારત ટીવી શ્રેણીના આઇકોનિક થીમ ગીત હૈ કથા સંગ્રામ કીના ઉર્દૂ ભાષાંતરણથી પણ પરિચિત કરવામાં આવી રહ્યા છે.
ગુરમાની સેન્ટરના ડિરેક્ટર ડૉ. અલી ઉસ્માન કાસમીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં પંજાબ યુનિવર્સિટીની લાઇબ્રેરી ખાતે સંસ્કૃતના સૌથી સમૃદ્ધ છતાં સૌથી વધુ ઉપેક્ષિત આર્કાઇવ્સ (દસ્તાવેજી સંગ્રહ) પૈકી એક છે. LUMS દ્વારા શરૂ કરાયેલો આ કોર્સ પાકિસ્તાનના શૈક્ષણિક ક્ષેત્રમાં સંસ્કૃત ભાષા અને તેના વારસાને પુનર્જીવિત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.




