
૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટોને લીલી ઝંડી આપી.૧૦ વર્ષ બાદ નેપાળ સરકારે હટાવ્યો ૫૦૦ અને ૨૦૦ રૂપિયાની ભારતીય નોટો પરનો પ્રતિબંધ.નેપાળ સરકારે ભારતીય ચલણ પરના નિયંત્રણો હળવા કર્યા છે, જેમાં ૧૦ વર્ષ જૂનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે.જાે તમે નેપાળની યાત્રાનું આયોજન કરી રહ્યા છો અથવા વારંવાર મુલાકાત લેતા હોવ, તો આ સમાચાર એક મોટી ભેટ છે. છેલ્લા એક દાયકાથી, ભારતીય પ્રવાસીઓ અને ત્યાં કામ માટે જનારા લોકો માટે આ સૌથી મોટો માથાનો દુખાવો હતો જે દૂર થઈ ગયો છે. નેપાળ સરકારે ભારતીય ચલણ પરના નિયંત્રણો હળવા કર્યા છે, જેમાં ૧૦ વર્ષ જૂનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. હવે, તમારે નેપાળની તમારી યાત્રા દરમિયાન નોટો બદલવાની કે નાના પૈસા એકત્રિત કરવાની ઝંઝટનો સામનો નહીં કરવો પડે. કારણ કે નેપાળ સરકારે ભારતીય ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટોને લીલી ઝંડી આપી દીધી છે.
સોમવારે નેપાળ કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આ ઐતિહાસિક ર્નિણય લેવામાં આવ્યો હતો. સરકારે ર્નિણય લીધો છે કે ભારતીય અને નેપાળી નાગરિકો હવે મુસાફરી દરમિયાન ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો સાથે રાખી શકશે. આ ર્નિણય ત્યારે આવ્યો છે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તેના નિયમોમાં ફેરફાર કર્યો છે અને પડોશી દેશોમાં મુસાફરી માટે મોટી ચલણ લઈ જવાની મંજૂરી આપી છે.જાેકે, પ્રવાસીઓએ ધ્યાનમાં રાખવું જાેઈએ કે સરકારે આ મંજૂરી શરતો સાથે આપી છે. જે મુજબ તમે આ મોટા મૂલ્યની નોટોમાં વધુમાં વધુ ૨૫,૦૦૦ રૂપિયા જ લઈ જઈ શકો છો. આ પગલું માત્ર મુસાફરીને સરળ બનાવશે એવું નથી પરંતુ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને પણ વેગ આપશો.
આ ચલણ પ્રતિબંધે નેપાળના અર્થતંત્રને, ખાસ કરીને તેના પર્યટન ક્ષેત્રને ખોરવી નાખ્યું હતુ. છેલ્લા કેટલાક વર્ષોમાં સરહદી બજારોમાં કેસિનો, મોટી હોટલો અને વેપારીઓને નોંધપાત્ર નુકસાન થયું છે. ભારતના પ્રવાસીઓ ઘણીવાર મોટી ચલણી નોટો સાથે લાવી શકતા ન હતા, જેના કારણે તેમની ખર્ચ કરવાની ક્ષમતા ઘટી ગઈ હતી.
ઘણી વખત, ભારતીય પ્રવાસીઓને ચલણના નિયમો વિશે જાણકારીના અભાવે દંડ ભરવાની ફરજ પડતી હતી, જેના કારણે તેમની સફરની મજા બગડી ગઈ હતી. હવે આ છૂટછાટ પછી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નેપાળના હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને મોટો વેગ મળશે અને ભારતીય પ્રવાસીઓ ત્યાં જઈ શકશે અને મુક્તપણે ખર્ચ કરી શકશે.
નેપાળ રાષ્ટ્ર બેંક (દ્ગઇમ્) ના પ્રવક્તા ગુરુ પ્રસાદ પૌડેલે સ્પષ્ટતા કરી કે સરકારે આ ર્નિણય લીધો છે અને હવે ફક્ત ઔપચારિકતાઓ બાકી છે. આ ર્નિણય નેપાળ ગેઝેટમાં પ્રકાશિત થતાંની સાથે જ, કેન્દ્રીય બેંક તાત્કાલિક એક પરિપત્ર જારી કરશે. આ પરિપત્ર જારી થતાં, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો રાખવી એ સંપૂર્ણપણે કાયદેસર બની જશે.




