
ઇન્સ્ટાગ્રામ લાઇવમાં રણબીરે ધુરંધરને તેની હાલની ગમતી ફિલ્મ ગણાવી રણબીર કપૂરનો રણકાર : ‘બ્રહ્માસ્ત્ર ૨’ ધાર્યાં કરતાં વહેલી આવી શકે છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ૨૦૧૮માં ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર મળ્યા પછી ડેટિંગ શરૂ કર્યું હતું રણબીર કપૂરે વેલેન્ટાઇન ડે પર પોતાનાં ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ કરીને વાતચીત કરી હતી, જેમાં તેણે પોતાની આવનારી ફિલ્મો સહિતના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પોતાના વેન્ચર એઆરકેએસના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જઈને રણબીર કપૂરે ચાહકો સાથે વાત કરવા માટે ટૂંકું લાઈવ સેશન કર્યું હતું. રણબીરે લાઈવ કર્યું અને તેની આસપાસ ચાલી રહેલી વિવિધ બાબતો વિશે ચર્ચા કરી હતી. જેમાં તેના પ્રશંસકોએ તેને અનેક પ્રશ્નો પૂછ્યા હતા, તેને તેની ભૂતકાળની અને આવનારી ફિલ્મોની સિક્વલ વિશે પણ પૂછવામાં આવ્યું હતું. ‘બ્રહ્માસ્ત્ર’ની સિક્વલ વિશે રણબીર કપૂરે કહ્યું, “બ્રહ્માસ્ત્ર ૨ બની રહી છે અને અમે આ ફિલ્મ ખુબ જલ્દી શરૂ કરવા જઈ રહ્યા છીએ, તમે વિચારો તેનાં કરતાં પણ વહેલી.”પરંતુ જ્યારે તેની સૌથી લોકપ્રિય રોમેન્ટિક ડ્રામામાંથી એક યે જવાની હે દિવાનીની સિક્વલ અંગે શક્યતા વિશે પૂછાયું, ત્યારે રણબીરે સ્પષ્ટ કરી દીધું કે એવી કોઈ યોજના નથી. ૨૦૧૩ની આ હિટ ફિલ્મના સંદર્ભે ચાલી રહેલી ચાહકોની માંગને સંબોધતા તેણે સમજાવ્યું કે તે પહેલેથી પૂર્ણ લાગતી વાર્તાને આગળ વધારવાને બદલે નવી મજા પડે એવી તકો શોધવાનું પસંદ કરે છે.
રણબીર કપૂરે તેની બે સૌથી ચર્ચિત ફિલ્મોને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી, ફેન્ટસી ળેન્ચાઇઝી ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ ટુ: દેવ’ના ભવિષ્ય અંગે સ્પષ્ટતા આપી અને ‘યે જવાની હૈ દીવાની’ની સિક્વલ અંગેની અટકળોને મજબૂત રીતે નકારી કાઢી હતી. તેની આ મહત્ત્વાકાંક્ષી સુપરહીરો સાગાના આગામી ભાગ વિશે વાત કરતાં રણબીરે ચાહકોને ઉત્સાહજનક અપડેટ આપી હતી. તેણે કહ્યું કે આ પ્રોજેક્ટ સક્રિય રીતે આગળ વધી રહ્યો છે અને પ્રોડક્શન ઘણા લોકોની અપેક્ષા કરતાં વહેલું શરૂ થઈ શકે છે. જ્યારે રણબીરે રનવીર સિંહ અભિનિત ‘ધુરંધર’ના પણ વખાણ કર્યા હતા. તેણે આ ફિલ્મની ખુલીને સરાહના કરી હતી. સાથે જ તેણે એક ઇન્ટરવ્યુમાં વેલેન્ટાઇન ડે પર પોતાનાં અને આલિયાના સંબંધ વિશે પણ વાત કરી હતી. રણબીર કપૂર પ્રેમમાં વિશ્વાસ રાખે છે અને આ વેલેન્ટાઇન ડે પર તેણે આ પ્રેમ દુનિયા સાથે વહેંચવાનો ર્નિણય લીધો હતો. લાઈવની એક કોમેન્ટમાં એક ચાહકે રણબીરની હાલની મનપસંદ ફિલ્મ વિશે પૂછ્યું. સ્ટારે જણાવ્યું કે આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મથી તે ખૂબ પ્રભાવિત થયો છે. રણબીરે કહ્યું, “હાલની મારી ફેવરિટ ફિલ્મ ‘ધુરંધર’ છે. મને ફિલ્મ ખૂબ ગમી. સમગ્ર કાસ્ટ અને ક્રૂએ કમાલ કરી અને સિનેમામાં ખરેખર ફિલ્મ જાેવાની ઘણી મજા આવી.” સાથે જ તેણે એક મેગેઝીનના ઇન્ટરવ્યુમાં પણ સવારે ઊઠ્યા પછી નિયમિતપણે કરાતી પાંચ આદતો વિશે વાત કરી. જેમાં એક સાચા બોલિવૂડ રોમેન્ટિક હીરોની જેમ, તેણે સૌપ્રથમ જે વાત કરી તે અભિનેત્રી આલિયા ભટ્ટ વિશે હતી. તેણે કહ્યું, “હું સવારે ઊઠીને મારી પત્નીને કિસ કરું છું. હું મારી દીકરી રાહાના રૂમમાં દોડી જાઉં છું, થોડી ક્ષણો તેની સાથે ચોરી લેવાનો પ્રયત્ન કરું છું, પરંતુ તે સામાન્ય રીતે સવારે ઘણી અકળાયેલી હોય છે.” તે પછી તે કોફી પીવે છે, પોતાના દિવસનું આયોજન કરે છે અને નાસ્તો કરે છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ૨૦૧૮માં ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર મળ્યા પછી ડેટિંગ શરૂ કર્યું હતું. બંનેએ ૧૪ એપ્રિલ, ૨૦૨૨માં લગ્ન કર્યાં અને નવેમ્બર ૨૦૨૨માં પોતાની દીકરી રાહાનું સ્વાગત કર્યું હતું.




