
નિયમ તોડનારા માટે કોઈ રાહત નહીં.લોન ન ચૂકવતાં અને ગેરકાયદે બાંધકામ કરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘુમ.જાે તમે પૈસાની ઉચાપત કરી અને પછી તે પરત નથી કર્યા તો આવા કિસ્સાઓમાં કોઈ રાહત આપી શકાતી નથી.લોન ન ચૂકવતાં અને ગેરકાયદે બાંધકામ કરનારા સામે સુપ્રીમકોર્ટ લાલઘુમ થઈ છે. આ મામલે સુપ્રીમ કોર્ટે સખત વલણ દાખવતા જણાવ્યું કે, નિયમ તોડનારા માટે કોઈ રાહત આપવામાં આવશે નહીં.
સુપ્રીમ કોર્ટે દેવાની વસૂલાતના કેસમાં આરોપીને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)એ નોંધ્યું હતું કે, કોર્ટ એવા ઘણા કિસ્સાઓ જાેઈ રહી છે જ્યાં અનૈતિક વ્યક્તિઓ સમયમર્યાદા સુધી રાહ જુએ છે અને પછી રાહત માટે અરજીઓ દાખલ કરે છે. CJIએ સ્પષ્ટપણે કહ્યું કે, જાે તમે પૈસાની ઉચાપત કરી અને પછી તે પરત નથી કર્યા તો આવા કિસ્સાઓમાં કોઈ રાહત આપી શકાતી નથી. કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં ગેરકાયેદ બાંધકામ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ગેરકાયદે કરાયેલા બાંધકામને તોડવાના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે પણ સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરતાં કહ્યું કે, લોકો હવે હદથી વધારે ચાલાક થઈ ગયા છે. લોકોને રૂમ કમ્પાઉન્ડ બનાવવાની અનુમતિ મળે છે તો તેઓ સીડી બનાવી લે છે અને પછી છત પર કબજાે કરી લેતા હોય છે. આ પછી ૩૦ વર્ષ સુધી અદાલતોમાં અધિકારીઓને ધક્કા ખવડાવે છે.
CJIએ સીધો સવાલે કર્યો કે, જ્યારે તમને ખબર હતી કે બાંધકામની અનુમતિ નથી તો તમે પરવાનગી વગર રૂમ કેમ બનાવ્યો? કોર્ટે કહ્યું કે, આવા મામલે કોર્ટ હસ્તક્ષેપ નહી કરે. જ્યારે સુપ્રીમ કોર્ટના સાફ સંકેત મળે છે કે, લોન ન ચૂકવતાં અને ગેરકાયદે બાંધકામ કરીને નિયમ તોડનારા સામે કોર્ટ હવે નરમ મૂડમાં નથી.




