
આમિર ખાનની ફિલ્મ ‘હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસ’ ચોથા દિવસે જ લથડી.આમિરને રાહુ-કેતુ નડી: સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!.ફિલ્મે પ્રથમ દિવસે ૧.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી. બીજા દિવસે દર્શકોની સંખ્યામાં થોડો વધારો થયો અને અંદાજે ૧.૬૦ કરોડ રૂપિયા વસૂલ્યા.વીકએન્ડ દરમિયાન થિએટરોમાં બે નવી કોમેડી ફિલ્મોએ દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. એક તરફ સ્ટેન્ડ-અપ કોમેડિયન અને અભિનેતા વીર દાસની ફિલ્મ ‘હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસ’ રિલીઝ થઈ, જ્યારે બીજી તરફ ‘ફુકરે’ ફેમ પુલકિત સમ્રાટ અને વરુણ શર્માની ફિલ્મ ‘રાહુ કેતુ’એ થિયેટરોમાં એન્ટ્રી કરી છે.હાલ થિયેટરોમાં આ બંને ફિલ્મો લાઇટ કોમેડી સાથે ઇન્ટેન્સ ડ્રામાનું મિશ્રણ રજૂ કરી રહી છે. બંને ફિલ્મો ૧૬ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી અને શરૂઆતથી જ બોક્સ ઓફિસ પર સીધી ટક્કર જાેવા મળી. જાેકે, વીકએન્ડ પૂરું થતાં સ્પષ્ટ થયું કે બંને ફિલ્મોની કમાણી લગભગ સરખી રહેશે, પરંતુ નાની સરસાઈ સાથે હાલ ‘રાહુ કેતુ’ આગળ છે. ત્રણ દિવસમાં બંને ફિલ્મોએ મળીને ચાર કરોડ રૂપિયાથી વધુનો વ્યવહાર કર્યાે છે.આમિર ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસ’એ બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કરી છે. ફિલ્મે પ્રથમ દિવસે ૧.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી.
બીજા દિવસે દર્શકોની સંખ્યામાં થોડો વધારો થયો અને અંદાજે ૧.૬૦ કરોડ રૂપિયા વસૂલ્યા. જાેકે ત્રીજા દિવસે, એટલે કે રવિવારે, ફિલ્મની કમાણી થોડી ધીમી પડી અને તે માત્ર ૧.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી શકી. આ રીતે ત્રણ દિવસમાં ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેકશન આશરે ૪.૩૫ કરોડ રૂપિયા થયું.ફિલ્મ એક એવા પાત્રની કહાની રજૂ કરે છે, જે પરિસ્થિતિઓના કારણે ખતરનાક જાસૂસ બની જાય છે. ફિલ્મમાં કોમેડી સાથે હળવી એક્શન અને ઈમોશન જાેવા મળે છે. બીજી તરફ, પુલકિત સમ્રાટ અને વરુણ શર્માની ફિલ્મ ‘રાહુ કેતુ’એ બોક્સ ઓફિસ પર થોડી વધુ મજબૂત પકડ બનાવી છે. ફિલ્મે પહેલા દિવસે ૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે દર્શકોમાં ઉત્સાહ વધતાં કલેકશન ૧.૬૫ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું. રવિવારે પણ ફિલ્મે સારી એવી કમાણી કરી અને અંદાજે ૧.૭૫ કરોડ રૂપિયાનું કલેક્શન થયું. આ રીતે ત્રણ દિવસમાં ‘રાહુ કેતુ’એ કુલ ૪.૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.ફિલ્મમાં પુલકિત સમ્રાટ અને વરુણ શર્માની કોમેડી-જાેડીને ફરી એકવાર મોટા પડદે જાેવા મળી રહી છે. આ જાેડીની ફિલ્મો દર્શકોએ અગાઉ પણ ખૂબ પસંદ આવી હતી.




