
સમગ્ર દેશમાં ૫-ડે વર્ક વીક લાગુ કરવાની માંગ.હડતાલના કારણે સતત ૪ દિવસ બંધ રહેવાની છે બેંકો.દેશભરના બેંક યુનિયનોનું કહેવું છે કે, પાંચ દિવસનું કામકાજી અઠવાડિયું કર્મચારીઓ પરનું દબાણ ઘટાડશે.ભારતાં બેંક ગ્રાહકોને જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે દેશભરના બેંક કર્મચારીઓ ૨૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ હડતાળ પર જશે અને સમગ્ર દેશમાં ૫-ડે વર્ક વીક લાગુ કરવાની માંગ કરશે. ખાસ વાત એ છે કે, ૨૪ જાન્યુઆરીએ મહીનાનો ચોથો શનિવાર હોવાથી બેંકો પહેલેથી જ બંધ રહેશે. ત્યારબાદ ૨૫ જાન્યુઆરીએ રવિવાર છે અને ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની રજા છે.
આ સ્થિતિમાં જાે હડતાળ થાય છે તો બેંકો સતત ચાર દિવસ સુધી બંધ રહી શકે છે, જેના કારણે તાત્કાલિક બેંકિંગ કામકાજ માટે આવનારા લોકોને મુશ્કેલી પડી શકે છે. દેશભરના બેંક કર્મચારીઓ લાંબા સમયથી ૫ દિવસ કામ અને ૨ દિવસ રજા માટે માંગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ ર્નિણયથી કર્મચારીઓ પર કામનું દબાણ ઘટશે.
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (United Forum of Bank Unions) નું કહેવું છે કે, માર્ચ ૨૦૨૪માં પગાર સંમતિ દરમિયાન આ મુદ્દે સહમતિ થઈ હતી, પણ હજુ સુધી તેને લાગુ કરવામાં આવ્યું નથી. આ જ માંગને લઈને ૨૭ જાન્યુઆરી January, 2026 ના રોજ દેશભરના બેંક કર્મચારીઓ હડતાળ પર જશે.
૫-ડે વર્ક વીકની માંગ કેમ વધી?- દેશભરના બેંક યુનિયનોનું કહેવું છે કે, પાંચ દિવસનું કામકાજી અઠવાડિયું કર્મચારીઓ પરનું દબાણ ઘટાડશે. ૫-ડે વર્ક વીકથી બેંક કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે અને તેઓ પરિવાર સાથે વધુ સમય વિતાવી શકશે. હાલમાં દેશના તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ અને નાણાકીય સંસ્થાઓમાં ૫-ડે વર્ક વીક લાગુ છે. એ જ રીતે બેંક કર્મચારીઓ પણ આ જ માંગ કરી રહ્યા છે.
અધિકારીઓની નિમણૂક કરશે RBI- રિઝર્વ બેંક આ સ્કીમ હેઠળ પોતાના એક કે વધારે અધિકારીઓને RBIઓમ્બડ્સમેન અને RBI ડેપ્યુટી ઓમ્બડ્સમેનના રૂપમાં નિયુક્ત કરશે. આ અધિકારીઓની નિયુક્તિ સામાન્ય રીતે ત્રણ વર્ષના પીરિયડ માટે કરવામાં આશે. આ અધિકારી સ્કીમ હેઠળ તેમના સોંપવામાં આવેલા કાર્ય કરશે.
વર્ક-લાઈફ બેલેન્સ માટે જરૂરી-બેંક યુનિયનોનું કહેવું છે કે, આથી ગ્રાહકોને થોડીક તાત્કાલિક અસુવિધા થઈ શકે છે, પણ યુનિયનનું માનવું છે કે લાંબા ગાળે આ પગલું શ્રેષ્ઠ વર્ક-લાઈફ બેલેન્સ અને કાર્યક્ષમતા માટે જરૂરી છે.




