
ભારતીય કેપ્ટન સૂર્યાકુમાર યાદવે ખુલાસો કર્યો અભિષેક શર્મા પાકિસ્તાન સામેની મેચમાં રમી શકે છે અભિષેક ઠીક છે અને જાે તમે ઈચ્છો તો, અમે તેને આવતીકાલની મેચમાં રમાડી શકીએ છીએ : સૂર્યકુમાર
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શરૂ થવામાં હવે થોડા કલાકો જ બાકી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સૌથી મોટા ટેન્શનનો જવાબ મળી ગયો છે. અભિષેક શર્મા ખરાબ તબિયતને કારણે છેલ્લી મેચ ચૂકી ગયો હતો. પરંતુ હવે મેચના એક દિવસ પહેલા સૂર્યકુમાર યાદવે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું છે કે, અભિષેક ઠીક છે અને જાે તમે ઈચ્છો તો, અમે તેને આવતીકાલની મેચમાં રમાડી શકીએ છીએ આ સંકેત સ્પષ્ટપણે દર્શાવે છે કે અભિષેક પાકિસ્તાન સામે રમશે.
T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારતીય ટીમે ૭ ફેબ્રુઆરીએ યુએસએ સામે તેની પહેલી મેચ રમી હતી, ત્યારે અભિષેક શર્મા ૧૦૩ ડિગ્રી તાવ સાથે રમ્યો હતો. આ મેચ પછી તેને પેટમાં સમસ્યા થઈ હતી, જેના કારણે ટીમ ઈન્ડિયા દિલ્હી પરત ફર્યા બાદ અભિષેકને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. આ સમય દરમિયાન તેનું વજન પણ થોડું ઓછું થયું હતું, પરંતુ નામિબિયા સામેની મેચના એક દિવસ પહેલા ૧૨ ફેબ્રુઆરીએ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમ છતાં ટીમ ઈન્ડિયાએ અભિષેક શર્માને આરામ આપવાનો ર્નિણય લીધો અને સંજુ સેમસનને તક આપવામાં આવી હતી. હવે પાકિસ્તાન સામેની મેચના એક દિવસ પહેલા અભિષેક શર્માએ પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે,
જેનાથી પ્લેઈંગ ઈલેવનમાં તેની વાપસીની પુષ્ટિ થઈ છે. અભિષેક શર્માનો પાકિસ્તાન સામે પ્રભાવશાળી રેકોર્ડ છે, તેણે ગયા વર્ષે એશિયા કપમાં પાકિસ્તાની ટીમ સામે કુલ ત્રણ મેચ રમી હતી. આ દરમિયાન અભિષેક શર્માએ ૩૬.૬૭ની સરેરાશથી ૧૧૦ રન બનાવવા અને અડધી સદી પણ ફટકારી હતી. પાકિસ્તાન સામે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અભિષેક શર્માનો સ્ટ્રાઈક રેટ ૧૮૯.૬૬ છે. તેની વાપસી ટીમ ઈન્ડિયાની બેટિંગને વધુ ઘાતક બનાવશે અને પાકિસ્તાની બોલરો પર પણ દબાણ વધારશે.




