
અભિષેક શર્મા રમે તેવી મારી ઈચ્છા છે : પાક. કેપ્ટન પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાની ભારતને ખુલ્લી ચેલેન્જ અભિષેક શર્માની ફિટનેસ હાલમાં ચર્ચાનો વિષય છે
શ્રીલંકાના કોલંબોમાં આવતીકાલે રમાનાર હાઈ વોલ્ટેજ ભારત વિરુદ્ધ પાકિસ્તાન જંગ પહેલા પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ માઇન્ડ ગેમ શરૂ કરી છે. શનિવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સલમાને ભારતીય ઓપનર અભિષેક શર્માની તબિયત અને તેની ટીમમાં હાજરી અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે તે ભારતની સવર્શ્રેષ્ઠ ટીમ સામે ટકરાવા માંગે છે. ૧૫ ફેબ્રુઆરીએ આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે યોજાનારી આ ્૨૦ વર્લ્ડ કપ મેચ માટે ટીમ ઈન્ડિયા કોલંબો પહોંચી ચૂકી છે, ત્યારે બંને દેશોના ચાહકો આ મુકાબલાની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.
ભારતીય સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માની ફિટનેસ હાલમાં ચર્ચાનો વિષય છે. અમેરિકા સામેની મેચ બાદ તબિયત લથડતા તેને દિલ્હીની હોસ્પિટલમાં ૨ દિવસ માટે એડમિટ કરવો પડ્યો હતો. જાેકે, તે નામિબિયા સામેની મેચમાં પરત ફર્યો હતો. પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ પડકારજનક લહેજામાં કહ્યું: “મને આશા છે કે અભિષેક સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે અને રવિવારે મેદાને ઉતરશે. અમે કોઈપણ નબળાઈ વગરની મજબૂત ભારતીય ટીમ સામે જીતવા માંગીએ છીએ.” પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિકની બોલિંગ એક્શન અંગે ઉઠી રહેલા સવાલો પર કેપ્ટન સલમાને બચાવ કરતા કહ્યું કે, ઉસ્માન ૨ વખત આઈસીસીના ટેસ્ટ પાસ કરી ચૂક્યો છે. તેણે ઉમેર્યું કે ઉસ્માન શરૂઆતથી જ આવી ચર્ચાઓ વચ્ચે રમ્યો હોવાથી તેને આવા હોબાળાથી કોઈ ફરક પડતો નથી.
હેડ ટુ હેડ આંકડા: ભારતનો પક્ષ ભારે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમનો ઈતિહાસ અને આંકડા ટીમ ઈન્ડિયાના પક્ષમાં દેખાઈ રહ્યા છે:
કુલ મેચ: ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી ૧૬ ્૨૦ આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ છે.
ભારતની જીત: ભારતે ૧૩ મેચમાં વિજય મેળવ્યો છે.
પાકિસ્તાનની જીત: પાકિસ્તાન માત્ર ૩ વખત જીતવામાં સફળ રહ્યું છે.
ગ્રાઉન્ડ રેકોર્ડ: અગાઉ આ જ સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને ૮ વિકેટથી હરાવ્યું હતું.
મેચની વિગતો
તારીખ: ૧૫ ફેબ્રુઆરી, રવિવાર
સ્થળ: આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો
સમય: ભારતીય સમય અનુસાર સાંજે ૭:૦૦ વાગ્યે




