
રણબીરે અંધેરીમાં બિલ્ડીંગમાં ૫ માળ લીઝ પર લીધાં.રણબીર કપૂરનો આર.કે. સ્ટુડિયોને પુનર્જિવીત કરવાનો ૨૦ વર્ષનો પ્લાન’.મૂળ આરકે સ્ટુડિયોઝની સ્થાપના રણબીરના દાદા, સ્વર્ગસ્થ “શો-મેન” રાજ કપૂરે કરી હતી.બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર અને તેનો પરિવાર તેમના સિનેમેટિક વારસાને ફરી જીવંત કરવા માટે તૈયારી કરી રહ્યાં છે. મુંબઈમાં અંધેરી ઈસ્ટમાં આવેલા એક કમર્શીયલ કોમ્પ્લેક્સમાં પાંચ માળ ૨૦ વર્ષ માટે લીઝ પર લઈને તે આરકે સ્ટુડિયોઝને પુનર્જિવીત કરવા જઈ રહ્યા છે. કેટલાંક અહેવાલો મુજબ, આ પગલું હિન્દી સિનેમાનો પર્યાય બની ગયેલી બ્રાન્ડ માટે નોંધપાત્ર કમબૅક સમાન છે.મૂળ આરકે સ્ટુડિયોઝની સ્થાપના રણબીરના દાદા, સ્વર્ગસ્થ “શો-મેન” રાજ કપૂરે કરી હતી. તે ચેમ્બુરમાં હતો, પરંતુ ૨૦૧૮માં વિનાશક આગ અને વધતાં મેઇન્ટેનન્સના પડકારોને કારણે તેને વેંચી દેવામાં આવ્યો હતો. આ નવી લીઝને સ્ટુડિયોની પ્રતિષ્ઠા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક પરિસ્થિતિમાં ફરી જીવંત કરવાનો સાહસિક પ્રયાસ માનવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીનાં અહેવાલો મુજબ, કનાકિયા વોલ સ્ટ્રીટ ખાતેનો પાંચ માળનો વિસ્તાર અદ્યતન પ્રોડક્શન અને ક્રિએટિવ હબમાં રૂપાંતરિત કરવામાં આવશે.
આ યોજનામાં વર્ચ્યુઅલ પ્રોડક્શન માટે સજ્જ સાઉન્ડસ્ટેજ, એડિટિંગ અને પોસ્ટ-પ્રોડક્શનની સુવિધાઓ, સ્ક્રીનિંગ રૂમ્સ, VFX સુવિધાઓ અને કપૂર પરિવારની ક્રિએટિવ તથા વહીવટી ટીમ માટે સમર્પિત ઓફિસનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટમાં હૉસ્પિટાલિટી વિસ્તારો અને આરકે સંબંધિત વિશાળ સ્મારક સમાન જગ્યાઓ તથા ફિલ્મ ઇતિહાસને સાચવી રાખવા માટે આર્કાઇવ સ્ટોરેજની પણ યોજના છે.લીઝની નાણાકીય શરતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અંતિમ મંજૂરીઓ અને ક્લિયરન્સ મળ્યા બાદ ૨૦૨૬ના મધ્ય ભાગ સુધીમાં કામગીરી શરૂ થઈ શકે છે. આ સુવિધા એકસાથે અનેક ફિલ્મ અને જાહેરાતનાં શૂટિંગ માટે ઉપયોગી બની શકે તેવી અપેક્ષા છે, જેના કારણે મુંબઈના પ્રોડક્શન સ્પેસિસમાં તે સ્પર્ધાત્મક પાસું પણ બનશે.રણબીર કપૂરની સર્જનાત્મક મહત્ત્વાકાંક્ષાઓ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે આ પગલાં અંગે ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા છે કે, નવો સ્ટુડિયો તેના ભવિષ્યનાં દિગ્દર્શના પ્રયાસો માટે મહત્વનું સ્થળ બની શકે છે. ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો આ પગલાંને આરકે સ્ટુડિયોઝના ગૌરવશાળી ભૂતકાળને શ્રદ્ધાંજલિ સાથે સાથે ભારતીય સિનેમાના ભવિષ્યમાં વ્યૂહાત્મક રોકાણ તરીકે પણ જાેઈ રહ્યા છે.




