
સની લિયોને ફિલ્મ ‘જિસ્મ ૨’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું એક્ટ્રેસ સની લિયોને કરાવ્યું કાતિલ ફોટોશૂટ, ફેન્સ નવા લૂક પર ફિદા
વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં સની લિયોન પોતાના ચાહકો સાથે જાેડાયેલી રહેવા માટે નિયમિત રીતે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે
બોલિવૂડની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી સની લિયોન ફરી એકવાર પોતાના ગ્લેમરસ અંદાજને કારણે ચર્ચામાં આવી છે. સની લિયોને તાજેતરમાં તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક આકર્ષક તસવીરો શેર કરી છે, જેને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. તસવીરોમાં સની લિયોન થાઈ-હાઈ સ્લિટ ધરાવતા સ્ટાઈલિશ ડ્રેસમાં જાેવા મળે છે અને તેનો આત્મવિશ્વાસભર્યાે લૂક ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.આ ફોટોશૂટમાં સનીનો ફેશન સેન્સ અને પોઝિંગ સ્ટાઈલ ખાસ ધ્યાન ખેંચે છે. ગ્લેમરસ ડ્રેસ સાથે મિનિમલ એક્સેસરીઝ અને પ્રોફેશનલ મેકઅપ તેના લૂકને વધુ આકર્ષક બનાવે છે. તેના ચાહકો કોમેન્ટ સેક્શનમાં વખાણની વરસાત કરી રહ્યા છે અને અનેક યુઝર્સે તેને સ્ટનિંગ, ગોર્જિયસ અને ક્વીન ઓફ ગ્લેમર જેવા પ્રતિભાવો આપ્યા છે.સની લિયોન સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તે પોતાના ચાહકો સાથે જાેડાયેલી રહેવા માટે નિયમિત રીતે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તેની દરેક પોસ્ટ થોડા જ સમયમાં વાયરલ બની જાય છે.
ઇન્સ્ટાગ્રામ પર તેની મોટી ફેન ફોલોઇંગ છે, જે તેની દરેક અપડેટની આતુરતાથી રાહ જુએ છે.કારકિર્દીની વાત કરીએ તો સની લિયોને વર્ષ ૨૦૧૨માં પૂજા ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ ‘જિસ્મ ૨’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પછી તેણે ‘જેકપોટ’, ‘રાગિની MMS ૨’, ‘એક પહેલી લીલા’, ‘તેરા ઇન્તઝાર’ અને મલયાલમ ફિલ્મ ‘મધુરા રાજા’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યાે છે. ફિલ્મો સિવાય તે અનેક રિયાલિટી શો અને ટેલિવિઝન કાર્યક્રમોમાં હોસ્ટ તથા ગેસ્ટ તરીકે પણ જાેવા મળી ચૂકી છે.સની લિયોનનું સાચું નામ કરણજીત કૌર છે. તેનો જન્મ ૧૩ મે, ૧૯૮૧ના રોજ થયો હતો. મોડેલિંગથી કારકિર્દી શરૂ કરનાર સનીએ આજે મનોરંજન જગતમાં પોતાનું એક મજબૂત સ્થાન બનાવ્યું છે. પોતાની મહેનત, સ્ટાઈલ અને આત્મવિશ્વાસના બળ પર તે સતત નવા પ્રોજેક્ટ્સ સાથે દર્શકો સામે આવી રહી છે. તેના તાજેતરના ફોટોશૂટે ફરી સાબિત કર્યું છે કે ગ્લેમર અને લોકપ્રિયતામાં સની લિયોન હજી પણ ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે.




