
બોક્સ ઓફિસ ક્વીન બનવા કંગના રણોતે ફરી કમર કસી.‘તનુ વેડ્સ મનુ ૩’માં કંગના અને આર માધવન ફરી સાથે જાેવા મળશે. આનંદ એલ રાય તરફથી સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે.કંગના રણોતે એક્ટિંગની સાથે જાહેર જીવનમાં પણ સફળતા મેળવેલી છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા પછી કંગના રણોત એક્ટિંગમાંથી નિવૃત્તિ લેશે તેવી અટકળો હતી. આ અટકળોને સીધો રદિયો આપવાના બદલે કંગનાએ એક સાથે બે ફિલ્મોની તૈયારી શરૂ કરી છે. લોકપ્રિય ફિલ્મોની સીક્વલ બનાવવાના ટ્રેન્ડમાં ઝુકાવી કંગનાએ ‘ક્વીન ૨’ અને ‘તનુ વેડ્સ મનુ ૩’ સાથે ફરી એક વાર બોક્સઓફિસ પર છવાઈ જવાનું વિચાર્યું છે. આ વર્ષે કંગનાની ‘ઈમરજન્સી’ રિલીઝ થઈ હતી. પૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીના જીવન અને દેશમાં કટોકટી કાળ આધારિત આ ફિલ્મ ઓડિયન્સને ખાસ પસંદ આવી ન હતી. કંગનાએ આ નિષ્ફળતાને ખંખેરીને આગામી સમયમાં વિકાસ બહલ સાથે ‘ક્વીન ૨’ અને આનંદ એલ રાય સાથે ‘તનુ વેડ્સ મનુ ૩’નું આયોજન કર્યું છે. કંગનાની કરિયરમાં આ બંને ફિલ્મો ખૂબ સફળ રહેલી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ‘ક્વીન ૨’ની સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ગઈ છે અને નવેમ્બરથી શૂટિંગ શરૂ થઈ છે. તેના માટે ભારત ઉપરાંત વિદેશના લોકેશન્સ પસંદ કરાયા છે. લોકેશન્સ પસંદ કરવા માટે વિકાસ બહલ યુકે ગયા હતા. ‘તનુ વેડ્સ મનુ ૩’માં કંગના અને આર માધવન ફરી સાથે જાેવા મળશે. આનંદ એલ રાય તરફથી સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે અને ૨૦૨૬ની શરૂઆતમાં તેને ફ્લોર પર લઈ જવાનું આયોજન છે. આ ફિલ્મમાં કોમેડી અને ડ્રામાની સાથે કંગનાના એકથી વધુ રોલ રખાયા છે.
