
ચાહકોના ટેગને માન આપી રાખ્યું ખાસ નામ.વિજય-રશ્મિકાએ લગ્નની ચર્ચાઓ પર મારી મહોર.લગ્નની ચર્ચા વચ્ચે કપલે તેમના ચાહકો માટે એક ખાસ નોટ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી.વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નની તારીખને લઈને હજુ કોઈ સત્તાવાર કન્ફર્મેશન આવ્યું નથી. પરંતુ હવે કપલે લગ્નનું અનાઉન્સમેન્ટ કર્યુ છે. જેમાં સ્ટાર કપલે પોતાના લગ્નને લઈને એક ખાસ નામ આપ્યું છે. ચાહકોના ટેગને માન આપી કપલે લગ્નનું ટાઈટલ ‘ધ વેડિંગ ઑફ VIROSH’’ રાખ્યું છે.વિજય-રશ્મિકા લગ્નના લગ્નની ચર્ચા ઘણાં સમયથી થઈ રહી છે. જાણવા મળ્યું છે કે, બંને આગામી ૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં લગ્ન કરવાના છે. લગ્નની ચર્ચા વચ્ચે કપલે તેમના ચાહકો માટે એક ખાસ નોટ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે.
જેમાં તેઓએ લગ્નના આપેલા ટાઈટલ પાછળની કહાણી જણાવી છે. તેમણે જણાવ્યું કે, ‘આ નામ કોઈ વેડિંગ પ્લાનર, ફેમિલી ટ્રેડિશન કે જ્યોતિષની સલાહથી મળ્યું નથી. પરંતુ ચાહકોના દીલથી અપાયેલું ટાઈટલ છે.’કપલે પોસ્ટમાં લખ્યું કે, “અમે કોઈ પણ યોજના બનાવીએ કે પોતાના માટે કંઈપણ પસંદ કરતા પહેલા, તમે પહેલાથી જ અમારી સાથે હતા. તમે અમને અનહદ પ્રેમ આપ્યો, અને તે પ્રેમથી તમે અમને એક નામ આપ્યું. તમે અમને VIROSH’ કહ્યા. એટલાં માટે આજે દીલથી અમે તમારા માનમાં અમારા આ મિલનને એક નામ આપવા માંગીએ છીએ. અમે તેને ‘ધ વેડિંગ ઑફ VIROSH’ કહેવા માંગીએ છીએ. આટલા પ્રેમથી અમને એકસાથે રાખવા બદલ આભાર, તમે હંમેશા અમારા હૃદયનો ભાગ રહેશો.”જ્યારે વિજય અને રશ્મિકાના ડેટિંગની અફવાઓ શરૂ થઈ, ત્યારે તેમના ચાહકોએ વિજય અને રશ્મિકાની જાેડીને પ્રેમથી VIROSH’ નામ આપ્યું હતું. ધીમે ધીમે આ નામ ફક્ત ચાહકો દ્વારા આપેલું ટેગ નહીં પણ કપલના સંબંધની ઓળખ બની ગયું. હવે કપલે આ જ નામને તેમના લગ્નની ઓળખ બનાવી છે. જાેકે, તેમણે તેમના લગ્નની જાહેરાતમાં તારીખનો ઉલ્લેખ કર્યાે નથી.




