
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકા જાણે કે ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ હોય એમ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થયેલા અધિકારીઓ સુરત મ.ન.પા ને જાણે કે દલા તલવારીનું ખેતર સમજી ગયા હોય એમ પોતાના હોદ્દાની રૂએ લાંબી ટૂંકી રોકડી કરવામાં પાછા નહીં પડતાં અને અરજદારને મજબૂર બનાવી ખંખેરી લેતા હતા.
સદર અધિકારીઓ વિરુધ્ધ સુરત મ.ન.પા ની વિજિલન્સમાં કેટલીય લેખિત ફરિયાદો અરજદારો ધ્વારા કરવામાં આવતી હોવા છતાં આજદિન સુધી સુરત મ.ન.પા ની વિજિલન્સ બ્રાન્ચે કશું ઉકાળ્યું નહીં હોવાથી મ.ન.પા ના અધિકારીઓની જોહુકમીથી કંટાળેલા અરજદારો હવે જાગૃત બની ને ACB (એન્ટી કરપ્શન બ્રાન્ચ) નો સંપર્ક કરી ને મ.ન.પા અધિકારીઓને સાણસામાં લઈ રહયા છે.
ત્યારે આપણે હવે વાત કરવાની છે કે જે અધિકારીઓએ સને ૨૦૨૦ થી આજદિન સુધીમાં સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી છે એવા અધિકારીઓની પણ ACB ધ્વારા જો તપાસ કરવામાં આવે તો એવા અધિકારીઓએ સુરત શહેરના વિવિધ વિસ્તારો સહિત વિદેશોમાં પણ મિલકતો વસાવી છે. એટલું જ નહીં એમના વૈભવી બંગલા અને કરોડો રૂપિયાના ફલેટો ધરાવે છે, લકઝૂરિયસ ગાડીઓ ધરાવે છે અને એમના સંતાનો મોંઘી ફી ભરીને વિદેશોમાં અભ્યાસ કરી રહ્યા છે. આવી તમામ બાબતોની પણ તલસ્પર્શી તપાસ કરવી જરૂરી છે. આવા અનેક ચોંકાવનારા સમાચારોનો વિગતવાર અહેવાલ સ્વૈચ્છીક નિવૃત્તિ લેનાર અધિકારીઓના નામ હોદ્દા સાથેનો ટૂંક સમયમાં જ પ્રસિધ્ધ કરી પર્દાફાશ કરવામાં આવશે.
એમાં ખાસ કરીને જે અધિકારીઓએ ફરજ દરમ્યાન વારંવાર વિદેશોની ટુરો કરી છે તેમજ જે અધિકારીઓએ કયા કારણોસર એકાએક સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી છે.અને સાથે સાથે જે અધિકારીઓ ફરજ દરમ્યાન ભ્રષ્ટાચાર કરી ને અપ્રમાણસર મિલકતો બનાવી, એમના બેન્ક લોકરો ની સાથે સાથે ખેતીવાડીની જમીનો અને ફાર્મ હાઉસ ધરાવે છે અને લકઝૂરિયસ લાઈફ જીવતા હોય એવા વયનિવૃત્ત થતાં જેઓ રિટાયર્ડ થયેલા છે એવાની પણ ACB ધ્વારા તપાસ કરાય એ જ સમયની માંગ છે.




