
વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ અમદાવાદ માટે મહત્ત્વનો પૂરવાર થશે : દેવાંગ દાણી ‘તમારા ઘરનાં કચરા’માંથી ૧૨૩૪ લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું રિયુઝ અને રિડ્યુસ સૂત્ર થકી પર્યાવરણની જાળવણી કરવાની સાથે શહેરને કચરા મુક્ત બનાવવામાં સફળતા મળી.
શહેરભરમાંથી એકત્ર કરાતાં હજારો ટન ઘનકચરામાંથી વીજળી ઉત્પાદન કરતાં પ્લાન્ટમાં અત્યાર સુધીમાં ત્રણેક લાખ ટન કચરાનાં ઉપયોગ કરીને ૧૨૩૪ લાખ યુનિટ વીજળી ઉત્પાદન કરવામાં આવી છે.મ્યુનિ.સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ વેસ્ટ ટૂ એનર્જી પ્રોજેક્ટની સફળતાની વિગતો આપતાં કહ્યું કે, ભાજપનાં શાસનમાં પીરાણા ડમ્પ સાઇટ ખાતે ડુંગર બની ગયેલાં ઘનકચરાનાં નિકાલને અગ્રતા આપવામાં આવી છે અને કચરાને રિસાયકલ, રિયુઝ અને રિડ્યુસ સૂત્ર થકી પર્યાવરણની જાળવણી કરવાની સાથે શહેરને કચરા મુક્ત બનાવવામાં સફળતા મળી છે. તેમાંય ખાસ કરીને કચરાનો ઉપયોગ કરીને વીજ ઉત્પાદન કરવાનાં પ્રોજેક્ટ થકી અનેક લાભ મેળવવામાં આવી રહ્યાં છે.
ઓક્ટોબર ૨૦૨૪માં કાર્યરત થયેલો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ આગામી વર્ષાેમાં શહેરી ઘનકચરાનાં નિકાલની મોટી સમસ્યાનો ઉકેલ છે. આ પ્રોજેક્ટ અમદાવાદને સ્વચ્છ સર્વેમાં અગ્રેસર લઇ જવામાં મહત્ત્વનો ભાગ ભજવશે. વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં ત્રણ લાખ જેટલાં કચરાને વાયુ પ્રદૂષિત ના થાય તે રીતે બાળીને ૧૨૩૪.૬૧ લાખ યુનિટ વીજ ઉત્પાદન મેળવવામાં આવ્યું છે અને કાર્બન ડાયોક્સાઇડનાં ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો છે.




