
ફિલ્મના મહત્વના દૃશ્યો પર અસરના અહેવાલો સલમાન ખાનની ‘માતૃભૂમિ’ના વિલંબ પાછળ પ્રશાંત તમાંગનું નિધન કારણ બન્યું
પ્રશાંત તમાંગ છેલ્લે જયદીપ આહલાવતની સીરીઝ પાતાલલોકની બીજી સીઝનમાં વિલન તરીકે જાેવા મળ્યો હતો.
સલમાન ખાનની ‘માતૃભૂમિ’, જેનું પહેલાનું નામ ‘બેટલ ઓફ ગલવાન’ હતું, તેનું નામ બદલવાની સાથે ફિલ્મની રિલીઝ પણ વારંવાર પાછી ફેલાતી રહી છે. હવે વાર્તામાં ફેરફાર સાથે પ્રોડક્શનમાં નવી મુશ્કેલીઓના કારણે મોડી પડી હોવાના અહેવાલો છે. રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મ પહેલાં એપ્રિલની શરૂઆતમાં રિલીઝ થવાની હતી, પરંતુ સ્ક્રિપ્ટમાં ફેરફાર અને અભિનેતા-ગાયક પ્રશાંત તમાંગના નિધનને કારણે ટીમને શીડ્યુલ ફરી ગોઠવવું પડ્યું તેવા અહેવાલ છે. ‘ઇન્ડિયન આઇડલ ૩’ના વિજેતા પ્રશાંત તમાંગ છેલ્લે જયદીપ આહલાવતની સીરીઝ પાતાલલોકની બીજી સીઝનમાં વિલન તરીકે જાેવા મળ્યો હતો અને તેનો અભિનય વખણાયો હતો. ત્યાર પછી તેને સલમાનની આ ફિલ્મમાં મુખ્ય વિલન તરીકે કાસ્ટ કરવામાં આવ્યો હતો. શરુઆતમાં એવા અહેવાલો હતા કે રણવીરની ધુરંધર ૨ને કારણે સલમને પોતાની ફિલ્મ ડિલે કરી હતી. પછી એવા પણ અહેવાલો હતા કે કેટલાક સરકારી અધિકારીઓના પરામર્શ બાદ સલમાનને હાલની યુદ્ધની સ્થિતિઓ અને ચીન સાથેના આંતરરાષ્ટ્રીય સંબંધોને ધ્યાનમાં રાખીને ચીનને નિશાન બનાવતા દ્રશ્યો હળવા કરવા સલાહ આપવામાં આવી હતી. તેથી ફિલ્મની વાર્તાને યુદ્ધની વાર્તાને બદલે એક સૈનિકની ભાવનાત્મક વાર્તામાં ફેરવવા સાથે તેમાં નવું ગીત પણ ઉમેરવામાં આવ્યું હતું, તેની સાથે ટીમે હવે ૪૦ દિવસ વધારાનું શૂટ કરવું પડે એવી સ્થિતિ છે. ત્યારે હવે નવું કારણ બહાર આવ્યું છે. પ્રશાંતે પહેલેથી જ ઘણા મહત્વના ભાગોનું શૂટિંગ પૂર્ણ કરી દીધું હતું. જાન્યુઆરીમાં તેના નિધન પછી હવે નિર્માતાઓને મોટા ક્રિએટિવ અને લોજિસ્ટિકલ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
ઇન્ડિયા ટુડે મુજબ, પ્રશાંત તમાંગે પહેલેથી જ અનેક મહત્વના દૃશ્યો શૂટ કર્યાં હતાં, પરંતુ કેટલાક મહત્વપૂર્ણ ભાગો હજી બાકી હતા, રિપોર્ટમાં જણાવાયું. “ટીમે કેટલાક શીડ્યુલ્સ પ્લાન કર્યાં હતાં જેમાં પ્રશાંતને કેટલાક અત્યંત મહત્વના દૃશ્યો શૂટ કરવાનાં હતાં. તેના નિધનના કારણે, ટીમ સંપૂર્ણ રીતે મુશ્કેલીમાં મુકાઇ છે. ” ફિલ્મનાં નજીકના સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નિર્માતાઓએ શરૂઆતમાં તેના દૃશ્યો ફરીથી શૂટ કરવાનો વિકલ્પ વિચાર્યાે હતો, પરંતુ હવે તે વ્યવહારિક અને આર્થિક રીતે મુશ્કેલ લાગી રહ્યો છે.સુત્રે આગળ જણાવ્યું, “ક્લોઝ-અપ શોટ્સ સંભાળી શકાય, પરંતુ તેઓ વિશાળ એક્શન સિક્વન્સનો પણ ભાગ હતા. તે માત્ર આર્થિક રીતે અયોગ્ય જ નહીં પરંતુ લોજિસ્ટિકલ દૃષ્ટિએ પણ એક દુ:સ્વપ્ન સમાન બની જાય.” ટીમ હવે ફિલ્મ પૂર્ણ કરવા માટે અન્ય વિકલ્પો પર વિચારણા કરી રહી છે.પ્રશાંત તમાંગનું ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ન્યુ દિલ્લી સ્થિત તેમના નિવાસસ્થાને અચાનક હાર્ટ એટેકને કારણે ૪૩ વર્ષની વયે અવસાન થયું હતું. સલમાન ખાનની તારીખોની ઉપલબ્ધતા અને તેના લૂકની કન્ટિન્યુટી પણ પડકાર વધારતી બાબતો છે. નિર્માતાઓ હવે બે વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે – એક તો બીજા અભિનેતાને લાવીને ભૂમિકા પૂર્ણ કરવી, જેમ કે ‘શર્માજી નામકીન’માં ઋષિ કપૂરની જગ્યાએ પરેશ રાવલ આવ્યા હતા,




