PM મોદી 21 ફેબ્રુઆરીએ રાયસિના ડાયલોગની 9મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. 9મી રાયસિના ડાયલોગમાં મુખ્ય અતિથિ ગ્રીકના વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ હશે. તેઓ આ ઉદ્ઘાટન સત્રને પણ સંબોધિત કરશે.
9મો રાયસીના ડાયલોગ 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે
તમને જણાવી દઈએ કે 9મો રાયસીના ડાયલોગ 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. પીએમ મોદીના આમંત્રણ પર ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ ભારતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ગ્રીક પીએમ સાથે એક પ્રતિનિધિમંડળ પણ ભારત આવશે.
15 વર્ષમાં પ્રથમ વખત પ્રવાસ કરશે
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 15 વર્ષ બાદ ગ્રીક નેતાની ભારતની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. છેલ્લી વખત ગ્રીસના વડાપ્રધાને 2008માં ભારતની મુલાકાત લીધી હતી. જાન્યુઆરી 2008માં ભારતની મુલાકાતે આવેલા તત્કાલિન ગ્રીક વડા પ્રધાન કોસ્ટાસ કરમાનલિસ સાથે વિદેશ પ્રધાન ડોરા બકોયાનિસ પણ હાજર હતા.
પીએમ મોદી દ્વિપક્ષીય વાતચીત કરશે
વિદેશ મંત્રાલયે કહ્યું કે ગ્રીક પીએમ મિસોટાકિસની ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે પીએમ મોદી ગ્રીસના પીએમ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ સાથે તેઓ તેમના સન્માનમાં ભોજનનું આયોજન કરશે.