
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દેશભરમાં મંડરાઇ રહેલા એલપીજી ગેસ સંકટને લઈને પ્રધાનમંત્રી પર આકરા પ્રહાર કર્યા છે. તેના માટે પ્રધાનમંત્રીની ભૂલોને જવાબદાર ગણાવતા તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં એલપીજી ગેસની ભારે અછત છે. તેના કારણે એક કરોડથી વધુ લોકોના બેરોજગાર થવાનો ડર છે. મોદીજીએ ટ્રમ્પ આગળ દેશને અમેરિકાની કોલોની બનાવી દીધી છે. આખરે મોદીજીની આવી શું મજબૂરી છે? ટ્રમ્પના દબાણમાં મોદીજીને યુદ્ધ શરૂ થવાના એક દિવસ પહેલાં ઇઝરાયેલ જવાની શું જરૂર હતી? પ્રધાનમંત્રીએ જૂના મિત્ર ઇરાનને નારાજ કરીને સમગ્ર દેશને એલપીજી ગેસના ભારે સંકટમાં નાખી દીધો છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભારતની વિદેશ નીતિ હંમેશા નિરપેક્ષ રહી છે, પરંતુ મોદીજી અમેરિકા-ઇઝરાયેલ સાથે નજર આવ્યા. એવું લાગે છે કે નરેન્દ્ર મોદી એક કમજોર પ્રધાનમંત્રી છે. તેથી જ ટ્રમ્પના દરેક આદેશને માથું ઝુકાવી ‘જી હજૂર’ કહીને સ્વીકારી લે છે. આખરે ટ્રમ્પ પાસે એવું કયું સિક્રેટ છે, જેના કારણે પ્રધાનમંત્રી એટલા મજબૂર બની ગયા છે. જો મોદીજીને ટ્રમ્પ પાસેથી પોતાના સિક્રેટ બહાર આવી જવાનો ડર સતાવી રહ્યો હોય તો રાજીનામું આપી દે, પરંતુ દેશને બરબાદ ન કરે.
બુધવારે ‘આપ’ મુખ્યાલયમાં સાંસદ સંજય સિંહ અને નેતા જસ્મીન શાહ સાથે પ્રેસ વાર્તા કરી અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ સમયે દેશ ખૂબ જ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં એલપીજી ગેસની ભારે અછત થઈ ગઈ છે. એલપીજી ગેસનો ઉપયોગ ઘરોમાં રસોઈ બનાવવા, રેસ્ટોરન્ટ, હોટલ, ઇન્ડસ્ટ્રી સહિત અનેક રીતે લોકો કરે છે. આ ભારે કમી પાછળ મુખ્ય કારણ એ છે કે આપણા દેશમાં દરરોજ જેટલું એલપીજી ગેસનું ઉત્પાદન થાય છે, તેમાં લગભગ 50% કમી આવી ગઈ છે. આપણા દેશમાં એલપીજીની જેટલી ખપત છે, તેનું 60% આયાત થાય છે. આ 60% આયાતમાંનું 90% એલપીજી ગેસ સ્ટેટ ઓફ હર્મોસમાંથી આવે છે. સ્ટેટ ઓફ હર્મોસ ભારત માટે બંધ થઈ ગયું છે. આ રીતે 90% એલપીજી ગેસની આયાત ઘટી ગઇ છે. આવા સમયમાં હવે આપણા દેશમાં 50-55% એલપીજીનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે એલપીજી સંકટની સૌથી હાલાંકી રેસ્ટોરન્ટ અને હોટલને ભોગવવી પડી રહ્યી છે. કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે રેસ્ટોરન્ટ અને હોટલને એલપીજી ગેસ ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે. રેસ્ટોરન્ટ અને હોટલ એલપીજીનો સ્ટોક રાખી શકતા નથી. કારણ કે સુરક્ષાની ચિંતા હોય છે. આવા સમયમાં રેસ્ટોરન્ટ અને હોટલને દરરોજ પોતાની ખપત મુજબ એલપીજી સિલિન્ડરની સપ્લાય આપવામાં આવે છે. જો અચાનક એલપીજી ગેસની સપ્લાય બંધ થઈ જાય તો તેમના પાસે એક-બે દિવસનો પણ સ્ટોક નથી.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે એલપીજી સિલિન્ડરની અછતને કારણે મુંબઈમાં 20% હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થઈ ચૂક્યા છે. આવતા બે દિવસમાં 50% રેસ્ટોરન્ટ અને હોટલ બંધ થવાની છે. આ જ રીતે તમિલનાડુમાં લગભગ 10 હજાર હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થવાની કગારે છે. પંજાબ અને એનસીઆરમાં આવનાર થોડા દિવસોમાં હજારો હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થવાની છે. આ લગ્નની સીઝન છે. જો એલપીજી ગેસનું સંકટ ચાલુ રહેશે તો ઘણા લોકોને લગ્ન મુલતવી રાખવા પડશે. આ જ પ્રકારની સમસ્યા બેંગલુરુ, હૈદરાબાદ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, હરિયાણા, બિહાર સહિત અન્ય રાજ્યોમાં પણ આવી રહી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતના મોરબી શહેરને ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીનું કેપિટલ માનવામાં આવે છે. ત્યાં લગભગ 650 ઇન્ડસ્ટ્રી છે. તેમાંમાંથી 170 ઇન્ડસ્ટ્રી બંધ થઈ ચૂકી છે અને લગભગ એક લાખ લોકો બેરોજગાર થઈ ચૂક્યા છે. એલપીજી ગેસ સંકટ ઉભું થતા સમગ્ર દેશમાં એક કરોડથી વધુ લોકોને અચાનક બેરોજગાર થો ભય છે. જો એટલા મોટા સ્તરે લોકો બેરોજગાર થઈ જશે તો શું સ્થિતિ થઈ શકે તેની કલ્પના પણ કરી શકાતી નથી. છેલ્લા કેટલાક દિવસોમાં કેન્દ્ર સરકારે ઘરેલું અને કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં ભારે વધારો કર્યો છે. બીજી તરફ સંકટ ઉભું થતા બજારમાં એલપીજી ગેસની જોરદાર બ્લેક માર્કેટિંગ થઈ રહી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આવા સમયમાં દેશને સમજવું પડશે કે દેશમાં એલપીજી ગેસનું સંકટ કેમ વધી ગયું છે. તેનું કારણ છે કે ઇઝરાયેલ-અમેરિકાએ ઇરાન પર હુમલો કર્યો. સ્ટેટ ઓફ હર્મોસમાંથી સમગ્ર દુનિયામાં સૌથી વધુ તેલ અને ગેસનું પરિવહન થાય છે. ઇરાને સ્ટેટ ઓફ હર્મોસ પર કબજો કર્યો છે. ઇરાને કહ્યું છે કે જે તેના મિત્ર દેશો છે, માત્ર તેમને જ સ્ટેટ ઓફ હર્મોસમાંથી પોતાના જહાજ લઈ જવા અને લાવવાનો અધિકાર હશે. તેથી સ્ટેટ ઓફ હર્મોસમાંથી રશિયા અને ચીનના જહાજોને મંજૂરી આપવામાં આવી રહી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી મોટી ભૂલ એ કરી છે કે જ્યારે કોઈ યુદ્ધમાં આપણો કોઈ હિત જ નહતો ત્યારે આપણે કોઈ પક્ષનો સાથ આપવો જોઈતો નહતો, પરંતુ નિષ્પક્ષ રહેવું જોઇતું હતું છેલ્લા 75 વર્ષથી ભારતની વિદેશ નીતિમાં નોન એલાઇન્ડ પોલિસી ચાલી આવી હતી. જેને પીએમ મોદીએ થોડા જ દિવસોમાં ધ્વસ્ત કરી દીધી. મોદીજી જઈને સીધા અમેરિકા અને ઇઝરાયેલ સાથે અને ઇરાનના વિરોધમાં ઉભા દેખાયા. યુદ્ધ શરૂ થવાના એક દિવસ પહેલાં પ્રધાનમંત્રીને ઇઝરાયેલ જવાની શું જરૂર હતી? યુદ્ધ શરૂ થવાના એક દિવસ પહેલાં પીએમ મોદીને ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહૂને ગળે લગાવવાની શું જરૂર હતી? આમ કરીને પીએમએ સમગ્ર ભારતને સંકટમાં નાખી દીધું છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે પીએમ મોદી આવું કેમ કરી રહ્યા છે, તે દેશના લોકોની સમજથી બહાર છે. આજ સુધી ભારતે ક્યારેય આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પક્ષ લીધો નથી. શીત યુદ્ધ (કોલ્ડ વોર) દરમિયાન પણ ભારત નોન એલાઇન્ડ આંદોલનનો સમર્થક હતું. ત્યારે પણ ભારતે કોઈનો પક્ષ લીધો નહોતો. પ્રધાનમંત્રી સીધા-સીધા અમેરિકા-ઇઝરાયેલના પક્ષમાં ઉભા દેખાયા અને ભારતના જૂના મિત્ર ઇરાનને પોતાનો દુશ્મન બનાવી લીધો. મને આવા શબ્દો વાપરતાં ખૂબ શરમ આવે છે, પરંતુ છેલ્લા એક વર્ષથી એવું લાગે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્રમ્પના ગુલામ બની ગયા છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે 140 કરોડની વસ્તીવાળા મહાન દેશ ભારતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાની કોલોની બનાવી દીધો છે. અંગ્રેજો આપણા દેશ પર કબજો કરી શક્યા હતા, કારણ કે તે સમયે ભારતના અંદર શાસન કરનારા મોટા ભાગના રાજા કમજોર હતા. તેમને બ્લેકમેલ અને ખરીદી શકાય તેવા હતા. અંગ્રેજોએ તેમના પર હુમલો કરીને ભારત પર કબજો કરી લીધો. આજે અમેરિકાએઆપણા દેશ પર કબજો કરી લીધો છે. કારણ કે આપણા દેશના પ્રધાનમંત્રી કમજોર છે. પ્રધાનમંત્રીને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીને ક્યાં કારણસર બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. ટ્રમ્પ અને નાના-નાના અધિકારીઓ દરરોજ આપણા પ્રધાનમંત્રી અને આપણા દેશની મજાક ઉડાવે છે. જે રીતે આપણે એટલી બેઇજ્જતી અને અપમાન અનુભવી રહ્યા છીએ, તેનાથી દરેક ભારતીયનું લોહી ઉકળી ઊઠે છે.
અરવિંદ કેજરીવાલે પ્રશ્ન કર્યો કે આખરે આપણે એવું શું કર્યું છે કે અમેરિકા દરરોજ આપણી મજાક ઉડાવે છે. આપણો એક જ દોષ છે કે આપણા દેશનો પ્રધાનમંત્રી એક કમજોર માણસ છે. ટ્રમ્પ જે પણ આદેશ આપે છે, આપણા દેશના પ્રધાનમંત્રી માથું ઝુકાવી ‘જી હજૂર’ કહીને સ્વીકારી લે છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાથી આવતી કોટન પર ડ્યૂટી ઝીરો કરો, તો પીએમએ કહ્યું કે જી-હજૂર કરી દઈએ અને કરી દીધી. તેના કારણે ભારતના લાખો ખેડૂત બરબાદ થઈ ગયા. ટ્રમ્પે કહ્યું કે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરો, મોદીજીએ કહ્યું કે જી-હજૂર બંધ કરી દઈએ. રશિયાથી તેલ ખરીદવું બંધ કરવાથી ભારતને 8 લાખ કરોડ રૂપિયાનું વાર્ષિક નુકસાન થયું. ટ્રમ્પે કહ્યું કે જેટલો માલ ભારત મોકલશે તેના પર 18% ડ્યૂટી લાગશે અને અમેરિકાથી આવતાં માલ પર 0% ડ્યૂટી લાગશે. મોદીજીએ કહ્યું કે જી-હજૂર કરીએ અને કરી દીધું. આ કારણોથી દેશના કેટલાય કર્મચારીઓ બેરોજગાર થઈ ગયા. ઘણી ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ ગઈ અને લાખો કરોડો ખેડૂતોનું નુકસાન થઈ ગયું. હવે મોદીજીએ આ યુદ્ધમાં અમેરિકા અને ઇઝરાયેલનો સાથ આપ્યો છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશની જનતા જાણવા માંગે છે કે આખરે પ્રધાનમંત્રીની આવી શું મજબૂરી છે. ચોક્કસ ટ્રમ્પ પાસે મોદીજીનું કોઈ સિક્રેટ છે. જેના કારણે મોદીજી એટલા મજબૂર છે. ટ્રમ્પ ખુલ્લેઆમ કહી રહ્યો છે કે મારી પાસે મોદીજીના કેટલાક એવા રાજ છે, જેને જાહેર કરી દઉં તો મોદીજીનું કરિયર બગડી જશે. જો મોદીજીને લાગે છે કે ટ્રમ્પ પાસે તેમની કેટલીક એવી શરમજનક બાબતો છે, જે જાહેર થઈ જશે તો તેમને નુકસાન થશે, તો તેઓ પોતાના પદેથી રાજીનામું આપી દે, પરંતુ દેશ સાથે રમત ન કરે. કોઈ બીજો વ્યક્તિ પ્રધાનમંત્રી બની જશે. જો મોદીજીને ટ્રમ્પ પાસેથી પોતાના સિક્રેટ જાહેર થવાના ડર લાગે છે તો તેઓ રાજીનામું આપી દે, પરંતુ દેશને બરબાદ ન કરે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે 1947માં આપણો દેશ આઝાદ થયો. તે સમયે ભારત આર્થિક સહિત ઘણી બાબતોમાં ખૂબ કમજોર હતું. તેમ છતાં સમગ્ર દુનિયામાં ભારતને ખૂબ માન મળતું હતું. સમગ્ર દુનિયામાં ભારતનુંસન્માન થતુ હતુ. 1971માં જ્યારે અમેરિકાએ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને સીધી ધમકી આપી હતી કે જો ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો તો અમેરિકા ભારત પર હુમલો કરશે. પરંતુ ઇન્દિરા ગાંધીએ અમેરિકાની એક પણ વાત સાંભળી નહોતી. ભારતે પાકિસ્તાન પર હુમલો કરીને બાંગ્લાદેશને આઝાદ કરાવ્યો. તે પણ એક સમય હતો, જ્યારે ભારત સમગ્ર દુનિયામાં ગૌરવ સાથે ચાલતું હતું. પરંતુ આજે પીએમ મોદીએ દુનિયા સામે ભારતનું માથું ઝુકાવી દીધું છે. અમે ઈચ્છીએ છીએ કે કેન્દ્ર સરકાર પોતાની વિદેશ નીતિને મજબૂત કરે અને ભારતને અમેરિકાનું ગુલામ ન બનાવે. ભારતને ટ્રમ્પ સામે નતમસ્તક ન થવું જોઈએ. સાથે જ ભારતની વિદેશ નીતિ દેશના હિતોને ધ્યાનમાં રાખીને બનાવવી જોઈએ. ભારતની વિદેશ નીતિ પ્રધાનમંત્રી મોદીની મજબૂરીઓ અને કમજોરીઓની ગુલામ ન હોવી જોઈએ.




