
ડિજિટલ પેમેન્ટ માટે RBI નો મોટો ર્નિણય.૧૫,૦૦૦ થી વધુના વ્યવહાર પર લાગુ થશે નવો નિયમ.જાે તમારું કોઈ પેમેન્ટ રૂ.૧૫,૦૦૦ થી વધુ છે તો તેના માટે તમારે AFA એટલે કે OTP કે પિન નાખીને મંજૂરી આપવી પડશે.જાે તમે પણ ઓનલાઈન કે ડિજિટલ પેમેન્ટ કરતા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ૨૧ એપ્રિલના રોજ ડિજિટલ પેમેન્ટ અને ઈ-મેન્ડેટ (E-Mandate) ને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવા નિયમ મુજબ, હવે રૂ.૧૫,૦૦૦ કે તેથી વધુના ઓટોમેટિક કે રિકરિંગ પેમેન્ટ માટે એક વધારાનું ઓથેન્ટિકેશન (AFA- એક પ્રકારનું વેરિફિકેશન) કરવું ફરજિયાત બની ગયું છે. આ નિયમ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને UPI દ્વારા થતા તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ પર તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે.
RBI ની આ નવી ગાઈડલાઈન મુજબ, જાે તમારું કોઈ પેમેન્ટ રૂ.૧૫,૦૦૦ થી વધુ છે અને તે દર મહિને કે નક્કી કરેલા સમયે આપોઆપ કપાતું હોય (જેમ કે કોઈ સબસ્ક્રિપ્શન), તો તેના માટે તમારે એડિશનલ ઓથેન્ટિકેશન (AFA) એટલે કે OTP કે પિન નાખીને મંજૂરી આપવી પડશે. આ ઉપરાંત, વીમાનું પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડના હપ્તા અને રૂ.૧ લાખથી વધુના ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી માટે પણ આ વધારાનું વેરિફિકેશન લેવલ જરૂરી બનશે.
RBI એ સ્પષ્ટ કર્યું છે કે ઈ-મેન્ડેટની સુવિધા શરૂ કરવા માટે ગ્રાહકોએ એકવાર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. બેંકની સામાન્ય પ્રોસેસ પૂરી થયા પછી, છહ્લછ (વધારાના પ્રમાણીકરણ પરિબળ) ની ચકાસણી સફળ થાય ત્યારબાદ જ તમારો ઈ-મેન્ડેટ એક્ટિવ થશે. ખાસ વાત એ છે કે આ મેન્ડેટ હેઠળ થતું પહેલું પેમેન્ટ પણ છહ્લછ દ્વારા જ વેરિફાય થવું જાેઈએ.
આ ઈ-મેન્ડેટની એક ચોક્કસ સમયમર્યાદા (વેલિડિટી) હશે, અને સૌથી સારી વાત એ છે કે યુઝર્સ ગમે ત્યારે તેમાં ફેરફાર કરી શકે છે અથવા તો તેને કેન્સલ પણ કરી શકે છે. બેંકોએ ગ્રાહકોને રજિસ્ટ્રેશન વખતે જ આ સુવિધા વિશે ચોખ્ખી માહિતી આપવાની રહેશે.
તમે ફિક્સ રકમ અથવા તો બદલાતી (વેરિયેબલ) રકમ માટે પણ ઈ-મેન્ડેટ સેટ કરી શકો છો, જેમાં તમે મહત્તમ રકમની લિમિટ જાતે જ નક્કી કરી શકશો.
જાે તમે કોઈ ચાલુ મેન્ડેટમાં ફેરફાર કરશો, તો ફરીથી નવું ઓથેન્ટિકેશન કરવું પડશે. હા, RBI એ એ પણ ચોખવટ કરી છે કે ગ્રાહકો પાસેથી આ ઓટોમેટિક રિકરિંગ પેમેન્ટ કે ઈ-મેન્ડેટ સુવિધા માટે બેંક કોઈ પણ પ્રકારનો ચાર્જ કે ફી વસૂલ કરી શકશે નહીં.



