
નેશનલ હાઈવે પર મુસાફરી થશે મોંઘી !FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો, એપ્રિલથી નવો નિયમ.ગયા વર્ષે ફાસ્ટેગ એન્યુઅલ પાસની શરૂઆત થઈ હતી.કેન્દ્ર સરકાર પ્રાઈવેટ વાહનોમાં ઉપયોગ થતા ફાસ્ટેગ એન્યુઅલ પાસના દરમાં ૨.૫ ટકાનો વધારો કર્યો છે. આ વધારા બાદ તેનો ચાર્જ ૩૦૦૦ રૂપિયાથી વધીને ૩૦૭૫ રૂપિયા થઈ ગયો છે. સરકારે કહ્યું છે કે, પહેલી એપ્રિલ પહેલા પાસ ખરીદનારાઓને ૩૦૦૦ રૂપિયા જ ખર્ચવા પડશે, જાેકે તે બાદ વધારો લાગુ થશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગયા વર્ષે ૧૫ ઓગસ્ટે ફાસ્ટેગ એન્યુઅલ પાસની શરૂઆત કરી હતી. કોઈપણ વાહન ચાલક માત્ર ત્રણ દિવસમાં નવો ફાસ્ટેગ ટોલ પાસ એક્ટિવ કરી શકે છે. આ માટે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) અને રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ પરથી એક્ટિવેશન પ્રોસેસ થઈ શકશે. ૩૦૦૦ રૂપિયાનો ફાસ્ટેગ પાસ બનાવનાર વાહનચાલકોને વાર્ષિક ૨૦૦ ટ્રિપ કરી શકે છે.
અધિકારીઓએ કહ્યું કે, મંત્રાલયે ‘ફાસ્ટેગ એન્યુઅલ પાસ’ની શરૂઆત કરી હતી, ત્યારે દર વર્ષે તેની કિંમતમાં ફેરફાર કરવાનો નિયમ પણ બનાવ્યો હતો. અધિકારીએ કહ્યું કે, ‘દેશભરના હાઈવે ટોલ ફીની કિંમતોમાં ફેરફાર કરવાની ફોર્મ્યૂલાના આધારે આ વધારો કરવામાં આવ્યો છે અને તે દર વર્ષે વધે છે. નવો વધારો પહેલી એપ્રિલથી લાગુ થવાનો છે, તેથી આ મહિને રૂપિયા ૩૦૦૦માં રિચાર્જ કરાવી શકાશે, ત્યારબાદ પહેલી એપ્રિલથી ૭૫ રૂપિયા વધુ ચુકવવા પડશે. એટલે કે પછી ‘ફાસ્ટેગ એન્યુઅલ પાસ’ રૂપિયા ૩૦૭૫માં રિચાર્જ કરાવવું પડશે.
૫૨ લાખ લોકો પર પાસમાં નવા વધારાની અસર પડશે. જાેકે રાહતની વાત એ છે કે, તેમાં માત્ર ૨.૫ ટકાનો સામાન્ય વધારો કરાયો છે. વાર્ષિક ફાસ્ટેગ પાસ અંતર્ગત પ્રાઈવેટ વાહનો નેશનલ હાઈ-વે અને નેશનલ એક્સપ્રેસ-વે પર કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વગર ટોલ ગેટ પાર ક્રોસ કરી શકશે. આ માટે ફાસ્ટેગ પાસ બનાવવાનો રહેશે. આ પાસની વેલીડીટી એક વર્ષની રહેશે. આ દરમિયાન વાહનચાલકોને વાર્ષિક ૨૦૦ ટ્રિપ કરી શકશે. જાે તેનાથી ઉપર જશે તો ફરી પાસ રિચાર્જ કરાવવાનો રહેશે. આ ઉપરાંત આ પાસ નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના (NHAI) પોર્ટલ અને રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ પરથી એક્ટિવ કરી શકાશે.




