
૨૨ એપ્રિલનો દિવસ ક્યારેય પણ કોઈ ભૂલી નહીં શકે. પહલગામ આતંકી હુમલા પર બનશે વેબસિરીઝ અને ફિલ્મ પહલ: એ નેશન યુનાઈટ્સ નામની એક વેબસિરીઝ જલ્દી રિલીઝ થવાની છે. આની જાહેરાત ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ થઈ હતી
ઇતિહાસના પાનામાં ૨૨ એપ્રિલનો દિવસ ક્યારેય પણ કોઈ ભૂલી નહીં શકે. પરિવાર સાથે રજાઓ મનાવવા નીકળેલા લોકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી દેવામાં આવી અને તે પણ તેમના પરિવારની સામે જ આ બધું થયું. અમે વાત કરી રહ્યા છીએ પહલગામ હુમલાની. આજે ૨૨ એપ્રિલના રોજ પહલગામ આતંકી હુમલાને ૧ વર્ષ પૂર્ણ થયું પણ આજે પણ લોકો આ દિવસને ભૂલી નથી શક્યા. કુલ ૨૬ લોકોને આતંકીઓએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેને લઈને આખા દેશમાં રોષનો માહોલ જાેવા મળ્યો હતો. આ આતંકી હુમલાએ આખા દેશને હલાવી દીધો હતો. બોલિવૂડ સ્ટાર્સથી લઈને સામાન્ય માણસોએ પણ આ હુમલાની નિંદા કરી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. સરકાર દ્વારા આ આતંકી હુમલાને લઈને ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું જેમાં પાકિસ્તાની આતંકીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો હતો. હવે આ આખી ઘટના પર ફિલ્મ અને વેબસિરીઝ બનવાની છે. પહલ: એ નેશન યુનાઈટ્સ નામની એક વેબસિરીઝ જલ્દી રિલીઝ થવાની છે. આની જાહેરાત ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કરવામાં આવી હતી. બીજી તરફ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી પણ ઓપરેશન સિંદૂરના નામથી એક ફિલ્મ બનાવવાનું એલાન કર્યું છે. આ ફિલ્મનું પોસ્ટર સામે આવતા જ લોકોનું ધ્યાન ખેંચાયું છે. આ ફિલ્મ ટી-સીરીઝના સહયોગથી બનાવવામાં આવી રહી છે. સાથે જ એવી પણ માહિતી સામે આવી છે આમાં વરુણ ધવન લીડ રોલમાં જાેવા મળશે.
જાેકે આ ફિલ્મની રિલીઝ ડેટને લઈને હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. આ ફિલ્મ લેફ્ટિનેંટ જનરલ કે.જે.એસ ટાઈની ઢિલ્લોમી બુક ઓપરેશન સિંદૂર ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ ડીપ સ્ટ્રાઈક્સ ઇનસાઈડ પાકિસ્તાન પર આધારિત રહેવાની છે. આ સિવાય એકતા કપૂરની ધી ટેરર રિપોર્ટ નામની એક ફિલ્મ પણ આવી રહી છે. જે પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર આધારિત છે. આ ફિલ્મનું ટીઝર ૨૬ માર્ચે રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી લઈને હુમલાની ઝલક દર્શાવવામાં આવી હતી. જાેકે આની રિલીઝ ડેટને લઈને હજુ કોઈ જાણકારી સામે નથી આવી.



