
અગાઉ એક રોમાન્ટિક ફિલ્મની ચર્ચા હતી શાહરૂખ જવાન-ટુમાં કામ કરવા સંમત થયો હોવાનો દાવો કિંગ બાદ શાહરૂખ કયો પ્રોજેક્ટ હાથ ધરશે તે વિશે અટકળો શાહરુખ ખાન તેની ફિલ્મ કિંગ બાદ કયો પ્રોજેક્ટ હાથ ધરશે તે વિશે જાત જાતની અટકળો ચાલે છે.
હવે એક નવી ચર્ચા અનુસાર તે એટલીની જવાન ટુ સૌથી પહેલાં હાથ પર લેશે. આ ફિલ્મમાં તેની સામે સાઉથનો એક કલાકાર ખલનાયક હશે તેમ કહેવાય છે. અગાઉ એવી ચર્ચા હતી કે શાહરુખને સંજય લીલા ભણશાળીએ એક મેચ્યોર રોમાન્ટિક સ્ટોરી ઓફર કરી છે. હવે એવો દાવો થઈ રહ્યો છે કે એટલીએ જવાન ટુની સ્ક્રિપ્ટ ફાઈનલ કરી દીધી હોવાથી શાહરુખ તેને અગ્રતા આપશે. શાહરુખ હાલ કિંગનું શૂટિંગ કરી રહ્યો છે જે આગામી કેટલાક મહિનાઓમાં પૂર્ણ થઈ જવાની સંભાવના છે.



