
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
વિશ્વમાં પછાત અને ગરીબ દેશોમાં ધર્મોની બોલબાલા વધારે છે. જેવાકે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારત,શ્રીલંકા, ઈન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, નાઇજીરિયા,ઇથોપિયા વિગેરે વિગેરે દેશો કે જ્યાં શિક્ષણનો અભાવ છે.ત્યાં ધર્મની બોલબાલા છે.
જ્યારે બીજીતરફ જ્યાં શિક્ષણનું સ્તર ઊંચું છે એવા વિકસિત દેશોમાં બુધ્ધિજીવી લોકો અને શિક્ષિત પ્રજાની સંખ્યા વધુ છે.કારણકે બુધ્ધિજીવી લોકો ખાસ કરીને ધર્મો ના પ્રભાવથી દૂર રહે છે. આ બાબતે વર્લ્ડ લેવલ ઉપર થયેલા અભ્યાસ મુજબ કેનેડાના ૭૩% લોકો, સ્પેનના 78% લોકો, ફ્રાન્સના 88% લોકો , નોર્વેના 81% અને ઓસ્ટ્રેલિયા ના 82% લોકો ધર્મને પોતાના જીવનમાં મહત્વપૂર્ણ નથી માનતા.
પરંતુ એટલું જ નહીં જ્યારે ઇંગ્લેન્ડ, જર્મની, સ્વીડન જાપાન અને ચાઇના સહિત ના 90% લોકો ધર્મોથી દૂર થઈ રહ્યા છે. હવે અહીં સવાલ એ ઉભો થાય છે કે આવું કેમ થઈ રહ્યું છે? આના મુખ્ય બે કારણો છે. વિજ્ઞાન અને ભણતર. જો વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો જે પ્રશ્નોના ઉત્તર પહેલા ધર્મમાં મળતો હતો એનો સાચો જવાબ હવે વિજ્ઞાન આપી રહ્યો છે. કારણ કે પહેલા જ્યારે પૂછવામાં આવતો હતું કે વરસાદ કેવી રીતે પડી રહ્યો છે? ત્યારે ધર્મ કહેતો હતો કે એ તો ઇન્દ્રદેવતા વરસાદ વરસાવી રહ્યા છે. જ્યારે વિજ્ઞાને એ બાબતે સંશોધન કરી સાચો જવાબ આપી દેતું થતાં ભણેલા લોકોના ધર્મ પ્રત્યેનો ભ્રમ દૂર થઈ ગયો. જે પૂજા અર્ચના થી વરસાદની વાત કરાતી હતી.
જો ધર્મ ભરી અને બ્રહ્મ ઉપર ટકેલો છે એ હવે વિજ્ઞાન અને શિક્ષણને કારણે સમાપ્ત થઈ રહ્યો છે. હવે જો શિક્ષણની વાત કરીએ તો બુદ્ધિ જીવી લોકોએ પણ જોઈ રહ્યા છે કે જ્યાં સુધી સમાજમાં નૈતિકતાની વાત છે ત્યાં સુધી નૈતિકતાનો સંબંધ શિક્ષણની સાથે છે ધર્મની સાથે નહીં. જેમકે પહેલા ના જમાનામાં દેવી-દેવતાઓને ખુશ કરવા માટે પશુઓ અને માનવ બલિ ચઢાવવામાં આવતો હતો. જે એક અનૈતિક કાર્ય હતું. અને એ ધર્મના નામ ઉપર ચાલી રહ્યું હતું. પછી જેમ જેમ શિક્ષણનું સ્તર વધ્યું અને સમજ આવી એમ એમ આવી ઘણી પ્રથાઓ બંધ થવા લાગી. અને એવું જ અભ્યાસમાં તારણ નીકળ્યું છે કે જે દેશોમાં શિક્ષણનું સ્તર ઊંચું છે એવા દેશોમાં ધર્મની બોલ બાલા ઓછી છે. ક્રાઈમ રેટ પણ ઓછો છે અને નૈતિકતાનું સ્તર પણ ઊંચું છે.
એનાથી એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ગરીબ અને પાછા દેશોમાં ધર્મની બોલબાલા વધુ છે. એટલે કે ગરીબી અને ધર્મનો એક અતૂટ સંબંધ છે. અને એનાથી એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે કે શું ગરીબ દેશ ધર્મના કારણે ગરીબ છે કે પછી ગરીબીને કારણે ધાર્મિક છે? આનો જવાબ હજુ પણ અનુત્તર જ રહ્યો છે.



