
ગ્રાહકોને મફતમાં શુદ્ધ પીવાનું પાણી આપવું પડશે હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં કસ્ટમર્સની ફરિયાદ રહેતી હોય છે કે હોટલવાળા પાણીનો ચાર્જ પણ વસૂલે છે પણ હવે આ મનમાની નહીં ચાલે હોટલ અને રેસ્ટોરન્ટમાં મોટા ભાગના લોકો ઘણી વાર ખાવા-પીવા માટે જતાં હોય છે. ક્યારેક કોઈને બર્થ ડે હોય, તો ક્યારેક કોઈ અન્ય સેલિબ્રેશન માટે, આ દરમ્યાન કસ્ટમર્સની ફરિયાદ રહેતી હોય છે કે હોટલવાળા તેમની પાસેથી પાણીનો ચાર્જ પણ વસૂલે છે. પણ હવે હોટલ અને રેસ્ટોરન્ટવાળાની આ મનમાની નહીં ચાલે. કેમ કે સરકારે તેમને પર લગામ લગાવવા માટે નવો આદેશ જાહેર કરી દીધો છે.
હકીકતમાં સરકારે હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોને આદેશ આપ્યો છે કે કસ્ટમર્સને હવે ફ્રીમાં પાણી આપવું પડશે. અમે વાત કરી રહ્યા છીએ મહારાષ્ટ્ર સરકારની, રાજ્યના ખાદ્ય અને ઔષધિ પ્રશાસને હોટલ, રેસ્ટોરન્ટ અને હોટલવાળાને નવા ખાદ્ય સુરક્ષા નિયમ જાહેર કર્યા છે. જે અંતર્ગત તેમના કસ્ટમર્સને મફતમાં પાણી આપવું પડશે. ત્યાં સુધી કે ગ્રાહકોને બોટલવાળું પાણી ખરીદવા માટે મજબૂર નહીં કરી શકાય.
FDA દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમ અંતર્ગત ખાવાનું અખબારમાં પિરસવા પર પણ રોક લગાવી દીધી છે. હવે ખાલી ફુડ-ગ્રેડ પેકેજિંગ સામગ્રીનો ઉપયોગ કરવો પડશે, જેથી ખાવાનું ખરાબ ન થાય. આ ઉપરાંત, હોટલ અને રેસ્ટોરન્ટ કર્મચારીઓનું નિયમિત રીતે હેલ્થ ચેકઅપ કરાવવું અને તેમને ફુડ સેફ્ટી ટ્રેનિંગ પણ આપવી જરુરી છે. આ ઉપરાંત ખાવાનું બનાવવામાં ઉપયોગ થનારા તેલને વારંવાર ઉપયોગ કરવા પર રોક લગાવી દીધી છે.
એટલું જ નહીં નવા આદેશ અનુસાર, હવે મોટી રેસ્ટોરન્ટ અને ફુડ ચેનને પોતાના ખાવાની કેલોરી, એલર્જીથી જાણકારી અને વેજ/નોનવેજ હોવાનું સ્પષ્ટ લખવું પડશે.
આ અંતર એટલા માટે કેમ કે FDA એ કેટલીય જગ્યા પર ધ્યાન આપ્યું, જ્યાં ગંદી રીતે ભોજન બનાવવામાં આવતું હતું, જે બાદ સરકાર અને હ્લડ્ઢછએ આ ર્નિણય લીધો છે. તેને જાેતા આખા રાજ્યમાં કડક દેખરેખ અને કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.



