
દર્શન અને અપરા છેલ્લાં ૨૩ વર્ષથી અલગ રહે છે પત્ની અપરા મહેતાને ‘સૌથી કદરૂપી મહિલા’ કહી હોવાનો દાવો દર્શન જરીવાલાએ ફગાવ્યો જૂઠની કોઈ સીમા નથી. ન્યુરોલોજીમાં એક એવી ઘટના છે જેમાં સમય જતાં કોઈ વ્યક્તિની કોઈ ઘટના અંગેની યાદ બદલાઈ શકે છે : દર્શન બોલિવૂડના જાણીતા કલાકારો દર્શન જરીવાલા અને અપરા મહેતા છેલ્લાં ૨૩ વર્ષથી અલગ રહે છે, જાેકે બંનેએ સત્તાવાર રીતે છૂટાછેડા લીધાં નથી. આ વર્ષની શરૂઆતમાં અપરા મહેતાએ બંનેના અલગ થવાનું કારણ જણાવતાં દાવો કર્યાે હતો કે દર્શને તેમને “સૌથી કદરૂપી મહિલા” કહી હતી. હવે દર્શન જરીવાલાએ આ દાવાને ફગાવી દીધો છે.એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન દર્શન જરીવાલાએ કહ્યું કે સમય જતાં કોઈ વ્યક્તિની કોઈ ઘટના અંગેની યાદશક્તિ બદલાઈ શકે છે.દર્શને કહ્યું, “જૂઠની કોઈ સીમા નથી. ન્યુરોલોજીમાં એક એવી ઘટના છે જેમાં સમય જતાં કોઈ વ્યક્તિની કોઈ ઘટના અંગેની યાદ બદલાઈ શકે છે. ઉદારતાથી કહું તો હું આને ‘ફોલ્સ મેમરી’નો મામલો કહી શકું.”તેમણે વધુમાં કહ્યું, “જે રીતે આ વાત કહેવામાં આવી છે, એવું કંઈ બન્યું જ નહોતું. હું એવો માણસ નથી કે કોઈ સામાન્ય દેખાતી મહિલાને પણ ‘તમે કદરૂપા છો’ એવું કહું. આવી ટિપ્પણી કરવી જ મારા માટે અપ્રસ્તુત છે. હું મારી જાતને જેટલી ઓળખું છું, તેના આધારે હું વ્યક્તિ બહારથી કેવી દેખાય છે તેના કરતાં તે અંદરથી કેવી છે તેના વિશે વાત કરીશ. જાે તે પોતાને પીડિત તરીકે રજૂ કરવા માગે છે તો તે તેવું કરવા સ્વતંત્ર છે. હું મારા જીવનમાં આગળ વધી ચુક્યો છું.”દર્શને એવો પણ દાવો કર્યાે હતો કે ‘ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી’માં પોતાનું સ્થાન કોઈ બીજી વ્યક્તિ લઈ શકે છે એવી સંભાવનાથી અપરા અસુરક્ષિત અનુભવતી હોય શકે છે અને કદાચ આ જ કારણસર તે ભારત પરત આવી હતી. જાેકે, તેમણે કહ્યું કે તેઓ પોતાના જીવનમાં ખુશ છે. દર્શન ૨૦૧૦થી ઇન્ટિરિયર ડિઝાઇનર અને આર્કિટેક્ટ અનાહિતા ઇટાલિયા સાથે રહે છે.દર્શને છૂટાછેડા અંગે જણાવ્યું કે તેમણે ડિવોર્સ માટે અરજી કરી હતી, પરંતુ અપરાએ છેલ્લી ઘડીએ પોતાની સંમતિ પાછી ખેંચી લેતાં જજ દ્વારા અરજી નામંજૂર કરવામાં આવી હતી.દર્શને કહ્યું, “મેં છૂટાછેડાના કાગળો દાખલ કર્યા હતા, પરંતુ જજે અરજી ફગાવી દીધી. તેણે પોતાની સંમતિ આપી નહોતી. તે છૂટાછેડા માટે તૈયાર થઈ હતી, પરંતુ જજ સમક્ષ છેલ્લી ઘડીએ તેણે પોતાનો ર્નિણય બદલી નાખ્યો. કદાચ તે પોતાને એક સારી અને અન્યાયનો ભોગ બનેલી વ્યક્તિ તરીકે રજૂ કરી રહી છે.”તેમણે વધુમાં કહ્યું, “હું માત્ર એક બેગ લઈને ત્યાંથી નીકળી ગયો હતો અને સાંતાક્રુઝમાં મારું ઘર મેં તેને અને મારી દીકરીને આપી દીધું હતું. મારી પાસે તેને આપવા માટે એટલું જ હતું. જાે કોઈએ ભરણપોષણની માંગણી કરવાની હોય તો એ સંજાેગોમાં કદાચ મારે કરવાની હતી. પરંતુ એવું કંઈ થયું નહીં.”




