
યુવાનો સાથે સંવાદ વધારો : વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચસ્તરીય બેઠક યોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, સુરક્ષા, વિદેશ નીતિ અને સરકારી કામકાજને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. વડાપ્રધાન નિવાસમાં યોજાયેલી આ બેઠકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, સુરક્ષા, વિદેશ નીતિ અને સરકારી કામકાજને લગતા અનેક મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ અધિકારીઓને સલાહ આપી કે તેઓ માત્ર આજની સમસ્યાઓ કે હાલના આંકડાઓ સુધી જ મર્યાદિત ન રહે. તેમણે કહ્યું કે અધિકારીઓએ લાંબા ગાળાની દૃષ્ટિ રાખીને વિચારવું જાેઈએ કે આગામી વર્ષોમાં દેશને વધુ મજબૂત અને સક્ષમ બનાવવા માટે અત્યારથી શું તૈયારીઓ કરી શકાય.
આ બેઠકમાં વડાપ્રધાને સરકારી વિભાગો વચ્ચે અલગ-અલગ વ્યવસ્થા એટલે કે ‘સાઇલોઝ’ પર ખાસ ભાર મૂક્યો હતો. તમણે કહ્યું કે, ‘સાઇલોઝ’ માત્ર સંગઠન સાથે જાેડાયેલી સમસ્યા નથી, પરંતુ વિચારસરણી સાથે જાેડાયેલો મુદ્દો પણ છે. આ સમસ્યા વિભાગોની વચ્ચે આડા અને ઊભા બંને સ્તરે જાેવા મળી શકે છે. PM મોદીએ અધિકારીઓને પોતાની જવાબદારીને માત્ર એક વિભાગ સુધી સીમિત ન રાખીને સમગ્ર દેશના હિતને ધ્યાનમાં રાખીને કામ કરવા કહ્યું હતું. તેમણે કહ્યું કે સરકારના કામકાજમાં ‘પૂરી સરકાર એક સાથ‘ની વિચારસરણી હોવી જાેઈએ. PM મોદીએ કોવિડ-૧૯ મહામારી અને મિડલ ઈસ્ટ તણાવનું ઉદાહરણ આપીને કહ્યું કે, આ સમયગાળા દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ સાથે મળીને જબરદસ્ત કામ કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ ડેટાને દેશની ભવિષ્યની મહત્વની સંપત્તિ ગણાવી. તેમણે કહ્યું કે સરકાર ડેટા એકત્ર કરવા, તેને સુરક્ષિત રાખવા અને સાચવવા માટે મોટા પાયે સંસાધનો પર ખર્ચ કરી રહી છે. પરંતુ અલગ-અલગ વિભાગોની સિસ્ટમ વચ્ચે પૂરતો તાલમેલ ન હોવાથી આ ડેટાનો પૂરો લાભ લઈ શકાતો નથી. તેમણે કહ્યું કે અલગ હેતુઓ માટે ડેટા એકત્ર કરવાની અને તેને મેનેજ કરવાની રીત પણ અલગ હોય છે. તેથી વિવિધ વિભાગોના ડેટા સિસ્ટમ એકબીજા સાથે સરળતાથી જાેડાઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. તેના કારણે ઉપલબ્ધ માહિતીનો વધુ અસરકારક ઉપયોગ થશે અને નીતિ ઘડતરમાં પણ મદદ મળશે.
PM મોદીએ આ બેઠકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે છૈંના ઉપયોગ અંગે પણ ચર્ચા કરી. વડાપ્રધાને કહ્યું કે એઆઈની ક્ષમતાને માનવીય અનુભવ અને નિષ્ણાત જ્ઞાન સાથે જાેડવાની જરૂર છે. ટેક્નોલોજીનો ઉપયોગ વધારવો જરૂરી છે, પરંતુ મહત્વના ર્નિણયોમાં માનવીય સમજ અને હસ્તક્ષેપનું મહત્વ જળવાઈ રહેવું જાેઈએ. તેમણે અધિકારીઓને સરકારી કામકાજમાં એઆઈના નવા અને સર્જનાત્મક ઉપયોગ અંગે વિચારવા પણ કહ્યું. સાથે જ સરકારી વિભાગો, યુનિવર્સિટીઓ અને યુવાનો વચ્ચે વધુ સંવાદ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમના મતે યુવાનો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે વધુ જાેડાણ થવાથી નીતિ ઘડવામાં નવા વિચારો અને અલગ દૃષ્ટિકોણ સામે આવી શકે છે.
વડાપ્રધાન મોદીએ ભારતના રક્ષા ઉદ્યોગને વધુ મજબૂત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.




