
BSF અને SSB ના જવાનોને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ઘૂસણખોરીને અટકાવવામાં નહીં આવે ત્યાં સુધી પશ્ચિમ બંગાળની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય નહીં પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બન્યાના માત્ર ૪૫ દિવસની અંદર BSF અને SSB માટે ૧,૧૨૯ એકર જમીન ફાળવવામાં આવી છે : અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શુક્રવારે પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF ) અને સશસ્ત્ર સીમા દળ (SSB) ના જવાનોને સંબોધ્યા હતા. પોતાના સંબોધનમાં અમિત શાહે પશ્ચિમ બંગાળની સરહદ સુરક્ષા, ઘૂસણખોરી અને સિલિગુડી કોરિડોર જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.
અમિત શાહે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યાના માત્ર ૪૫ દિવસની અંદર BSF અને SSB માટે ૧,૧૨૯ એકર જમીન ફાળવવામાં આવી છે. તેમણે આ ર્નિણયને સરહદની સુરક્ષા વધુ મજબૂત કરવાની દિશામાં મહત્વનું પગલું ગણાવ્યું હતું.
અમિત શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યાના માત્ર ૪૫ દિવસમાં જ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને સશસ્ત્ર સીમા દળ (SSB) માટે ૧,૧૨૯ એકર જમીન ઉપલબ્ધ કરાવી છે. અમિત શાહે કહ્યું કે, સરહદ પર સુરક્ષા દળોની કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે જમીન અને જરૂરી માળખું ઉપલબ્ધ કરાવવું ખૂબ જ જરૂરી છે.
ગૃહમંત્રીએ કહ્યું કે આ કામમાં જે ઝડપ દેખાઈ રહી છે તેનું કારણ માત્ર એટલું નથી કે રાજ્યમાં મ્ત્નઁની સરકાર છે. તેમના જણાવ્યા અનુસાર, તેની પાછળ ઘૂસણખોરીના ખતરાની ગંભીર સમજ અને તેને રોકવાની મજબૂત પ્રતિબદ્ધતા છે.
અમિત શાહે કહ્યું કે જ્યાં સુધી ઘૂસણખોરીને સંપૂર્ણપણે અટકાવવામાં નહીં આવે ત્યાં સુધી પશ્ચિમ બંગાળની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય નહીં.
તેમણે કહ્યું કે ઘૂસણખોરી રોકવી અત્યંત જરૂરી છે, કારણ કે તેના વિના ન તો પશ્ચિમ બંગાળ સુરક્ષિત રહેશે અને ન તો ભારત. જવાનોને સંબોધિત કરતાં તેમણે સરહદની સુરક્ષા અને ઘૂસણખોરી રોકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે દેશની આંતરિક અને સરહદી સુરક્ષા માટે સરહદ પર તૈનાત સુરક્ષા દળોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેઓ હંમેશા માને છે કે ખુલ્લી સરહદની સુરક્ષા કરનારા SSB જવાનોનું કામ સૌથી મુશ્કેલ છે.
તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ સિલિગુડી કોરિડોરના મહત્વને ઓળખ્યું છે. આ એક સંવેદનશીલ કોરિડોર છે, જે ૮ રાજ્યોને જાેડે છે અને જ્યાં નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશની ત્રણ આંતરરાષ્ટ્રીય સરહદો મળે છે. અમિત શાહે જણાવ્યું કે સરકારે ચોપડા, કિશનગંજ અને ધુબરીમાં સુરક્ષા દળોની હાજરી પણ વધારી છે.




