
મુંબઇમાં આ અઠવાડિયાથી શૂટિંગ શરૂ કરી દેવાશે સૈફ અલી ખાન હવે લંચ બોકસ ફેમ રિતેશ બાત્રા સાથે પિરિયડ ફિલ્મ કરશે રિતેશ બાત્રા ફ્રિડા પિન્ટો અને સિદ્ધાર્થની અનએકસ્ટમેડ અર્થ સિરિઝના બે ભાગ બનાવવામાં હાલ વ્યસ્ત છે
સૈફ અલી ખાન હવે લંચ બોક્સ ફિલ્મના ર્નિદેશક રિતેશ બાત્રા સાથે પિરિયડ ફિલ્મ કરશે. હાલ ફિલ્મ પ્રિ-પ્રોડકશન તબક્કે છે અને આ અઠવાડિયે મુંબઇમાં તેનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવશે.સૈફ અલી ખાનની હૈવાન સપ્ટેમ્બરમાં આવી હતી. એ પછી તે હવે બાત્રાની પિરિયડ ફિલ્મમાં એકદમ અલગ જ ભૂમિકામાં જાેવા મળશે. હાલ રિતેશ બાત્રા ફ્રિડા પિન્ટો અને સિદ્ધાર્થની સિરિઝ અનએકમસ્ટેડ અર્થનું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. ૨૦૧૩માં લંચબોક્સ ફિલ્મ બનાવ્યા બાદ રિતેશ બાત્રા ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત બની ગયા હતા.છેલ્લા થોડા સમયથી તેઓ સિરિઝ અને ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ફિલ્મ દ્વારા તેઓ હિન્દી ફિલ્મ ક્ષેત્ર પુનરાગમન કરશે..




